________________
૫૩
યાદ રહી જાય છે અને યાદ કરવાનું ભૂલાઇ જાય છે. અવગ્રહમાં વસ્તુને સ્મૃતિ-સ્પર્શ સ્પષ્ટ હોવો જોઈએ.
એક વાર મહાતિર્થ નામના બૌદ્ધ ભિક્ષુ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં તેમને એક જુવાન બહેન મળ્યા. તેમનું ધ્યાન એ તરફ ન હતું. તે બાઈ પસાર થઈ ગઈ પછી એનો પતિ ત્યાંથી નીકળ્યો અને તેને પૂછ્યું : “ આ રસ્તે જતાં કોઈ સ્ત્રી તમને મળી ?”
મહાતિબે જવાબ વાળ્યો: “તે સ્ત્રી હતી કે પુરૂષ તેને મને ખ્યાલ નથી. કોઈ હાલતું ચાલતું પૂતળું હતું એટલું ખરું !”
આ હતી વિસ્મરણીય વસ્તુ પ્રતિ ધ્યાન ન આપવાની વાત.
એવી જ રીતે સૂફી સંત હબીબને ત્યાં વર્ષોથી ખૂબેદા નામની દાસી રહેતી હતી. પોતે સંત હેઈને પ્રભુના ધ્યાનમાં જ લીન રહેતા. એમને ખ્યાલ ન હતો કે આ દાસી કોણ છે? એક વાર તેમણે ખૂબેદાને જ પૂછયું : પેલી બેદા દાસીને બેલાવ તે બહેન ! "
ખૂબેદાએ કહ્યું : “હું જ ઝુબેદા છું. આટલા વર્ષોથી રહું છું તે છતાં યે ખ્યાલ નથી ?”
મતલબ એ કે જે વસ્તુને માણસ એકાગ્રતા કે ઈચ્છાપૂર્વક ગ્રહણ કરતો નથી તે યાદ નથી રહેતી.
રામાયણમાં લક્ષ્મણને એક પ્રસંગ છે. રાવણ સીતાજીનું અપહરણ કરીને વિમાનમાં લઈ જતો હતો ત્યારે સીતાજીએ કેટલાંક ઘરેણાં નીચે નાખી દીધાં હતાં. સીતાની શોધમાં જતાં રામચંદ્રજીને તે મળ્યાં. તેમણે લમણને પૂછયું : “ભાઈ, બતાવ તે આ ઘરેણું સીતાનાં છે કે કેમ?”
લક્ષ્મણે જવાબ આપે : “ આ કુંડળ કે કપૂર જે ઉપરનાં અંગનાં ઘરેણું છે તેને હું ઓળખતા નથી પણ નપુર (ઝાંઝર) જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com