________________
શેરીએ ફર્યા પણ તેમણે ઉપદેશનું એક વચન પણ ન કહ્યું. ચાર વાગે પાછા મઠમાં આવી ગયા. શિષ્યની ધીરજ ખૂટી. તેણે પૂછ્યું : “ગુરુજી ! આપે ગઈ કાલે કહેલું કે આજે પ્રવચન આપીશ, છતાં એક પણ વચન ન ઉચ્ચાયું તે કેમ?” - સંત-ફ્રાંસિસે કહ્યું : શિષ્ય! તું આમાં જાણતા નથી. આપણે શહેરમાં જે વખતે ફરી રહ્યા હતા તે વખતે મૂક ઉપદેશ આપી રહ્યા હતા. આપણી તરફ જોઈને લેકો આપણું જીવનથી અનેક જાતને બેધ ગ્રહણ કરી રહ્યા હતા. આપણે તેમને સંયમની સ્મૃતિ કરાવી રહ્યા હતા !”
તુકારામ અને એકનાથ મહારાષ્ટ્રના ઉચ્ચ કોટિના સંત થઈ ગયા. બન્ને સમકાલીન હતા. એકવાર બન્નેનું મિલન થવાનું હતું. લોકોને ખબર પડી. એટલે મોટું ટોળું ભેગું થયું. બધાને થયું કે
મઝા પડશે. બે વાદ-વિવાદ કરશે પછી શું કે કોણ જીતશે?” પણ લોકોની ભાવના ફળી નહીં. બને નદીના બે કિનારે ઊભા રહ્યા. ઈશારાથી તત્વસ્મરણ કરાવ્યું અને વિદાય લઈને અલગ થયા. તેમને જે તત્ત્વ મળવાનું હતું તે મળી ગયું અને લોકોને પણ ખ્યાલ થયે કે તેઓ તે માત્ર કુતૂહલ વશ ભેગા થયા હતા.
જૈન શાસ્ત્રોમાં આચાર્ય માટે કહેવાય છે કે તે શિષ્યને પ્રેરણા (ચેય) અને પ્રતિપ્રેરણું (પડિયાણું) આપતા રહે છે. શિષ્યને સાચા રસ્તાની સ્મૃતિ કરાવવા માટે અને ખોટે રસ્તે જવાની ભૂલની
સ્મૃતિ કરાવી; સાફ કરાવવા માટેની આ પ્રેરણાને પરત વાચિક પ્રેરણા કહેવામાં આવે છે.
સિદ્ધસેન દિવાકરને એક પ્રસંગ છે. તેમના ગુરુ વૃદ્ધવાદી આચાર્યને ખબર મળે છે કે તેમના શિષ્યને વિદ્યાને ગર્વ થયે છે અને તે નીચે ઊતરી રહ્યો છે. તેમણે સંદેશ મોકલ્યો પણ કંઈ અસર ન થઈ. એટલે ગુરુ જાતે બેધ પમાડવા માટે સાદા વેશમાં જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com