________________
પરપ્રેરણા :
ઘણીવાર બીજાની પ્રેરણાથી સ્મૃતિ જાગૃત થઈને તેને વિકાસ થાય છે. એટલે પર–પ્રેરણાને પણ સ્મૃતિ-વિકાસને સ્ત્રોત માનવામાં આવે છે. આવી પ્રેરણા, મૌન-પ્રેરણું, મૂકપ્રેરણા અને વાચિક–પ્રેરણા રૂપે હોય છે.
મૂક પ્રેરણા મોટા ભાગે પિતાના આચરણ વડે સામાને મળે છે. એટલે કહ્યું છે –
"गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन संशया"
ઘણીવાર ગુરુનું મૌન વ્યાખ્યાન શિષ્યના સંશયોને છિન્નભિન્ન કરનારું થાય છે. તેથી શિષ્યને તેના સાચા અર્થની સ્મૃતિ થઈ જાય છે.
આશ્રમમાં કોઈ ભાઈ બહેનની ભૂલ થઈ જતાં તેને જે પિતાની મેળે ભૂલ યાદ ન આવે તે ગાંધીજી તેને યાદ અપાવવા માટે જાતે ઉપવાસ કે પ્રાયશ્ચિત ઉપર ઊતરી જતા. તેથી ભૂલ કરનારના અંતરને પ્રેરણા મળી જતી અને તે પોતાની ભૂલનું સ્મરણ કરી, પ્રશ્ચાત્તાપપૂર્વક તેને સુધારી લે.
રમણ મહર્ષિના આશ્રમમાં જિંદગીથી કંટાળેલો એક અંગ્રેજ આવ્યો હતે. એમ કહેવાય છે કે તેના જીવનમાં અશાંતિ હતી અને તે ત્યાં પ્રેરણા લેવા આવ્યો હતો. તે ત્યાં એક-બે દિવસ રહ્યો આપોઆપ તેને શાંતિની પ્રેરણા થવા લાગી અને તેને ભૂલાયેલા શાંતિને સાચે માર્ગ મળવા લાગ્યા. પવિત્ર વ્યકિતના સાનિધ્ય માત્રથી માણસની સમૃતિ ખિલી ઊઠે છે.
સંત મિસ યુરોપના પવિત્ર સંત થઈ ગયા. એકતા તેમના શિષ્ય તેમને કહ્યું : “ગુરુવર ! આપ હમણાં ઉપદેશ આપતા નથી, તે આવતી કાલે જરૂર આપજો !”
સારું..!” એમ કહીને તેમણે શિષ્યને સતેજ આપે બીજે દિવસે તેને પોતાના શિષ્યોને સાથે લઈને નારમાં મયા. શેરીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com