________________
૩૪
કપડાં ધરેણાં પહેરીને જતી હતી. તે દાસીને પણ ઈચ્છા થઈ. તેણે કપિલને કહ્યું. કપિલે કહ્યુ કે “ મારી પાસે ખરીદવા માટે કંઈ નથી !”
દાસીએ હઠ પકડી.
કપિલે કહ્યુ :
“ કાષ્ઠ રસ્તા બતાવ, તેા હું ધન લાવી શકું !'
66
દાસીએ કહ્યુ : વિદ્વાન છે. ક્ષેાક રચી રાજા પાસે જાવ ! વહેલી સવારના પહેલા જે મળે તેને એ માસા સાવું એ આપે છે!”
કપિલ ધૂનમાં તે ધૂનમાં અર્ધીરાત્રે નીકળી પડયા. પહેરેદારો તેને ચાર સમજીને પકડી ગયા. સવારે રાજા આગળ તેને હાજર કર્યો. રાજાએ પૂછપરછ કરતાં કપિલે બધી વાત કહી. રાજાને વિશ્વાસ બેસે છે અને તે ખુશ થઈ પુલિને કહે છે: “તમારી ઈચ્છા હેાય તે પ્રમાણે તે માંગા ! હું તમને આપીશ !”
કપિલ રાજી થયા. વિચાર કરવા લાગ્યા કે એ માસા સેાનામાં કેટલા દિવસ ચાલે ? તેના લાભ વધતા ગયા. અંતે તેને રાજ્ય પણ નાનું લાગ્યું! રાજ્યની માંગણી કરવા જાય છે ત્યાં તેના મગજમાં સ્મૃતિને સ્રાત પ્રવેશે છે કે રાજ્યથી પશુ શુ શાંતિ મળશે ? તે ખરી શાંતિ કયાં ? તે તે। ત્યાગ કરવામાં છે; ભાગ–વિલાસની તૃપ્તિમાં શાંતિ નથીજ !
"
કપિલની અંદર સ્વતઃ પ્રેરણા થઇઃ “તું અહીં કેમ આવ્યે ? ભણવા માટે... ! દાસી માટે તેા નહીં ને! કાના દીકરા ? બ્રાહ્મણને ! કાણે મેાકલ્યા... ? માતાએ ! શા માટે ? ભણુવા... પછી આ બધુ શુ થઈ રહ્યું છે?”
કપિલના હૃદયમાં ઊંડું ચિંતન જાણ્યું ! તેને થયું કે સાચી સત્તા કે સતિ તે મારી અંદર છે—મહાર નથી. મારે તેને મેળવવા માટે પુરૂષાર્થ કરવા જોઈએ. બસ આામ મનેમથન થતાં તેને કેવળજ્ઞાન થયું.
આવી અંત:પ્રેરણાને આધ્યાત્મિક પ્રેરણા કહેવાય છે. આ સ્વતઃપ્રેરણા કે અંતરના અવાજ પણ સ્મૃતિ વિક્રાસના સ્રોત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com