SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ એવી જ રીતે કોઈને વાદળી ઈિને, કોઈને પ્રીને જોઈને, કેઈમે થાંભલે જોઈને,1ઈને મૂર્તિ જોઈને સ્વરૂપ-રકૃતિ થાયબોધ થાય. તે બધા જૈન દષ્ટિએ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. ભગવાન બુદ્ધના પિતાએ તેમને નાનપણથી એ રીતે રાખવા પ્રયત્ન કર્યો કે કયાંય સંસારની દશાને તેમને ખ્યાલ ન આવી જાય. એટલે કે સંસારને દુઃખ તેમની નજરે જરા પણ ન ચડે. પણ એક વખત તેઓ છન્નક સારથી સાથે ફરવા નીકળ્યા.. ત્યાં તેમને એક સૂકલકડી ઘર મળે, બુધે પૂછયું: “આ કોણ છે?” છન્નકે કહ્યું : “આ ડેસે છે, તેની કમ્મર વાંકી વળી ગઈ છે. ઘડપણમાં બધાની એ જ દશા થવાની છે” વળી આગળ જતાં એક મડદું મળ્યું, બુધે પૂછયું : “આ કોણ છે? અને આ બીજા બધા શા માટે વલોપાત કરે છે ?” છન્નકે કહ્યું : “ રાજકુમાર ! આ મડદું છે, એના શરીરમાંથી આત્મા નીકળી ગયો છે. તેને બાળવા લોકો લઈ જાય છે. તેથી સગાંવહાલાં તેના વિયોગમાં રહે છે. જગતમાં જન્મે છે તેને એક દિવસ જરૂર મરવાનું છે !” આ સાંભળી બુધે અંતરમાં ડોકિયું કર્યું. ત્યાં એક રોગીને છે. તેની ચામડીમાંથી પીપ નીકળતું હતું. તેણે ઇનકને પૂછયું : “ આ કોણ છે? તેના શરીરને શું થયું છે !” છન્નકે કહ્યું : “તે રોગી છે, તેને ચેપી દરદ થયું છે, જ્યાં શરીર છે ત્યાં દરેકને રોગ થઈ શકે છે.” આ ત્રણે વાતે ઉપરથી બુદ્ધને જગતનાં દુઃખની સ્મૃતિ થતાં તેમને વૈરાગ્ય થઈ ગયું. તેમણે એ ત્રણે પ્રસંગેથી પ્રેરણા મેળવી હતી. તેથી તેમને પ્રત્યેકબુદ્ધ કહી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy