________________
એતિહાસિક વાર્તાઓને લીધે જ આવ્યા હતા. ટુંકમાં, નાનપણમાં જે સ્મૃતિ-વિકાસ થાય છે તેને સ્ત્રોત માતા-પિતાએ આપેલ સંસ્કાર બને છે. સ્વયંબોધ-પ્રત્યેકબાધ :
કેટલાંક માણસને માતા-પિતા કે સમાજના વાતાવરણના સંસ્કાર વગર જ આપમેળે બંધ થઈ જાય છે. તેને સ્વયંબંધ થયો કહેવાય છે. આની પાછળ પૂર્વજન્મના સંસ્કાર અને કર્મોને પશમ કારણભૂત હોય છે. તેમને સ્મૃતિની પરંપરા એ પોતાના સ્વરૂપની સ્મૃતિ થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈ પણ આલંબન હેતું નથી તેથી તેમની સ્થિતિ નિરાલંબન હેય છે. તે કોઈ ગુરુ પાસે દીક્ષા લેતા નથી પણ પિને જ મુનિ ધારણ કરે છે. આત્મામાં પડેલા જન્મજન્મના સરકારે શુદ્ધ અને નિર્મળ થતાં તેઓ અનાયાસે સ્મૃતિ વડે ઉદ્દબુદ્ધ થઈ જાય છે. તીર્થકરો બધા આવા સ્વયંસબુદ્ધ હોય છે. એમને જ્યારે અન્તઃસ્કૂરણ થાય છે કે મારે હવે ત્યાગમાર્ગ સ્વીકારીને તીર્થસંઘની રચના કરવી જોઈએ. તેથી તે સ્વયમેવ દીક્ષા લે છે; બુદ્ધ થાય છે અને અને સિદ્ધ થાય છે.
આવા જ એક બીજો પ્રકાર છે સાલંબન બુદ્ધ થવાને ! તેમાં કોઇને કોઈ એક નિમિત્તને લઈને સ્મૃતિ વડે અન્તઃ પ્રેરણા જાગે છે; તેઓ વૈરાગ્ય લે છે. આવા પ્રત્યેકબુદ્ધ કહેવામાં આવે છે. આમાં પણ સ્મૃતિ વિકાસનો ઐત રહેલ છે.
કરકે રાજાને પોતાના પાઠયાને જોઈને આવું જ્ઞાન થયું. તેમણે જે પિઠિયાને દૂધ પાઈને ઉછેર્યો હતો, તે ઘરડો થવા આવ્યો. એકવારના બળવાન રેઠિયાના હાડકાં દેખાતાં તેમને થયું કે આ શું? સેવક ને પૂછ્યું કે તેમણે જણાવ્યું કે “ સઘળા પ્રાણીઓની આવી જ દશા થવાની. આપની પણ આવી જ દશા થશે.” તેથી કરકે રાજાને વૈરાગ્ય આવી ગયો અને પિતાની પૂર્વ સ્મૃતિઓને ઉદ્ ભવ થતાં તેમણે દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com