________________
૩૪૪
અહીં થોડાક અભિપ્રાયો અંકિત કરીએ છીએ –
“...મુનિશ્રી સંતબાલજીની વિચારધારા બહુ વ્યાપક છે. આજે વીસમી સદીમાં વિચરતા સમાજને સોળમી સદીની વિચારધારા સંકીર્ણતાના માર્ગે ઘસડી રહી છે, એવા સમયે શિબિરની યોજના કરી જે વ્યાપક વિચારધારા ફેલાવી, જે સાહસિક પગલું ભર્યું છે, તે કરા સાધુવાદને જ યોગ્ય નથી, પણું અનુકરણીય અને આચરણુય છે, એવી અમારી માત્ર ધારણ જ નથી, પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા શિબિરો અને આવી વ્યાપક વિચારસરણી સંસારમાં એકતા, સહિષ્ણુતા અને સર્વોદય લાવશે.”. પાંચ પ્રકાશને મળ્યાં છે. –ખરતર ગચ્છીય વિદ્વાન મુનિશ્રી કાંતિસાગરજી
જયપુર (રાજસ્થાન) ઘાટકોપર (મુંબઈ)થી શ્રી. અમૃતલાલભાઈ દડિયા લખે છે –
માટુંગા શારદાબાઈ મહાસતીજી પાસે ૫ પુસ્તક આપવા ગયો હતે. પુસ્તકની અંદર થોડુંક વાંચ્યા પછી ઠીક લાગવાથી રાખી લીધાં છે.”...ચીંચપોકલી મુનિશ્રી સુમેર મલજીને સેટ ૧ આપ્યો. તેના કહેવા મુજબ તેને ત્યાં શિબિરમાં આવવું હતું, પણ કારણને લીધે સાદડી ચોમાસું કર્યું. પુસ્તકે ગમ્યાં છે. વાતચીત કરી...કોઈ વિરોધ કરતા નથી. કોટ સુમતિકુંવરજી (મહાસતી) પાસે ગયો. તેના કહેવા મુજબ-“સાધ્વીજી કોઈ આવ્યાં ન હતાં?” તેના જવાબમાં મેં કહ્યું કે સાધ્વીજી આવ્યાં નહોતાં, બાકી સંન્યાસી-શ્રાવકશ્રાવિકા–સંત વગેરે હતા. પુસ્તકો રાખી લીધાં છે. વિલેપાર્લે વિનયમુનિજી પાસે ગયો હતો. પુસ્તકો મોકલાવ્યાં તેથી બહુ ખુશી થયા. પહેલાં તે વાંચવા માટે છે એમ સમજ્યા, પછી તો ભેટ તરીકે છે, એમ સમજ્યા. બહુ ખુશી થયા છે. ઘાટકોપર ડુંગરશી મહારાજને ૫ પુસ્તકો આપ્યાં, મેં કહ્યું “પુસ્તકો વાંચ્યા પછી આપને અભિપ્રાય જણાવશો.” કાંદાવાડીમાં ઉજજવળકુમારીજી તથા પાયધુની ગોડીજી ઉપાશ્રયમાં ચિત્રભાનુજી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com