________________
૩૪૩
દે. મને ખાતરી છે, કામ બહુ સતિષકારક થશે; કારણકે તેમણે પહેલાં યતિથી હેમચન્દ્રજીનાં પ્રવચન વગેરેનું સંપાદન પણ કર્યું છે.'
ત્યાર પછી શ્રી. ગુલાબચંદભાઈ મદ્રાસથી જ્યારે મુંબઈ આવેલા, ત્યારે તેમને શિબિરનાં પ્રવચન અને ચર્ચાસારના સંપાદન માટે વાત કરીને સંપાદનનું કામ સંપાયેલું. શિબિરનાં કુલ્લે ૧૦ મુદ્દાઓ હેઈ, ૧૦ ભાગમાં પ્રવચન પુસ્તક બહાર પાડવાનું નક્કી થયું. ત્યારપછી શ્રી. ગુલાચંદભાઈ બીજી વખત બોરીવલીમાં મળેલા તે વખતે પહેલા ભાગના કેટલાંક પ્રવચને તૈયાર કરીને લાવેલા. તે જયાં અને તેમનું કાયં બહુ પસંદ પડયું. છેવટે સૂરતમાં “પ્રતાપ' પ્રિન્ટીંગ પ્રેસમાં આ પ્રવચનની છપામણીનું નક્કી થયું. કાગળ વ. લેવાયા અને એમ નક્કી થયું કે આના પ્રકાશક તરીકે “મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ જ હ. દ્રવ્ય સહાયતા શ્રી. મણિબાઈ અને તેમના સ્નેહી કરે, તેમના નામની નોંધ લેવામાં આવે.
એટલે પ્રવચન પુસ્તકોના પ્રકાશનનું કામ શરૂ થયું અને અત્યાર સુધીમાં ૪ ભાગે બહાર પડી ગયા છે. દશમા ભાગનું પ્રકાશન ચાલુ છે, અને ટુંક સમયમાં બહાર પડશે. જો કે પ્રકાશનમાં મોડું બહું થયું છે, પણ કામ ખૂબ સરસ થયું છે.
અત્યાર સુધીમાં ૫ ભાગ સાધુ સાધ્વીઓ, રચનાત્મક કાર્યકરે, સંન્યાસીઓ, પત્રો, સાધક-સાધિકાઓને મોકલવામાં આવ્યા છે. ૫૦-૬૦ જણ અગ્રિમ ગ્રાહક બન્યા છે. બાકીના કેટલાક લોકોએ વેચાતાં લીધાં છે.
હવે બીજી વખત બાકીના ૫ ભાગ મેક્લવાની યોજના છે.
કેટલાક સાધુસાધ્વીઓના આ ૫ ભાગ ઉપર સારા અભિપ્રાય આવ્યા છે, અને કેટલાક ગૃહસ્થ સાધક સાધિકાઓના પણ આ સંબંધે મૌખિક અને લેખિત ઉત્તમ અભિપ્રાયો મળ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com