________________
૩૨
પ્રવચન-પ્રકાશનની અસર શિબિર વખતે સવારે અને બપોરે પ્રવચનો અને ચર્ચાને ટ્રકે સાર પાટિયા ઉપર લખવામાં આવતો હતો. એ લખાણ ઘણુંને ગમ્યું હતું અને કેટલાક ભાઈઓ અને બહેનના પત્ર પણ શિબિર કાર્યવાહીને સાર જાણવા માટેના આવ્યા હતા. તે દ્રષ્ટિએ વિશ્વ વાત્સલ્ય” પાલિકના ભેટ પુસ્તક તરીકે “શિબિર પ્રવચનોની ઝાંખી” તૈયાર કરવામાં આવી. એ પુસ્તક વાંચકોને ગમ્યું. અને શિબિરની કાર્યવાહીનો આછો ખ્યાલ લોકોને ખાસ તો વિશ્વ વાત્સલ્યના વાંચકોને આવી ગયો.
ગુર્જરવાડીના પ્રમુખ શ્રી. મણિભાઈ લોખંડવાળા શિબિરમાં થતાં પ્રવચન અને ચર્ચાઓ અવારનવાર સાંભળતા હતા. તેમને એ વિચારે બહુ પસંદ પડ્યા અને તેમણે પૂ. મહારાજશ્રી આગળ એ મતલબનું કહ્યું કે “આ બધાં પ્રવચનો અને ચર્ચાઓ સાધુ સંસ્થા અને ધર્મ સંસ્થાઓ માટે ખૂબ જ પ્રેરક, યુગાનુરૂપ અને જનહિતકારી થાય છે, જે આને સ્થાયી રાખવાં હોય અને ભારતમાં વિચરતા દરેક સાધુસાધ્વીઓ સુધી પહોંચાડવાં હોય તો એને પુસ્તકરૂપે બહાર પાડવાં જોઈએ. અને એમાં જે કાંઈ ખર્ચ થાય તે હું અને મારા એક સાથી ભોગવીશું. આ પ્રવચનના સંપાદન માટે પણ એક સુયોગ્ય ભાઈ મારા ધ્યાનમાં છે.” પૂ. મહારાજશ્રીએ કહ્યું કે “હું ઈચ્છું છું કે એ બેજો એક-બે પ્રકાશકો ઉપર જ ન પડે, એટલે એ ત્યારે જ થાય કે બે-એક માસમાં પ્રવચન પુસ્તકોના અગ્રિમ ગ્રાહક તરીકે ૫૦૦ નામો નોંધાઈ જાય.”
શ્રી. મણિભાઈએ ઉદારતાપૂર્વક કહ્યું કે “એની આપ ચિંતા કરતા નહિ.” બધું થઈ રહેશે. એનું સંપાદન કાર્ય કરવા માટે શ્રી. ગુલાબચંદભાઈ, જે હાલમાં મદ્રાસમાં એસ. એસ. જૈન બોર્ડિંગ હેમના ગૃહપતિ તરીકે કામ કરે છે, તે આપને અહીં મળવા આવશે. તે વખતે તેની સાથે બેસીને આપ સંપાદન કાર્ય તેમજ કેટલા ભાગમાં પુસ્તકો બહાર પાડવાં, એ બધી વાતો કરી લો. અને નક્કી કરીને મને કામ સોંપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com