________________
૩૪૫
શ્રી અમૃતલાલભાઈ મહેતા પુસ્તકો આપવા ગયા હતા. તેમણે કલકત્તામાં કાલીમાતા પાસે થતા પશુધને અટકાવવા માટે ઘણી જ સારી લાગણી બતાવી.
એવી જ રીતે શિબિર-પ્રવચને વાંચીને કેટલાક મુનિઓ ઉપર ઘણી સારી અસર થઈ છે. તેઓ હવે આ પ્રયોગને જોવા-જાણવા માટે પ્રયોગક્ષેત્રમાં જાય છે. એવી જ રીતે એક સ્થાનકવાસી મુનિ, જેમણે આ પ્રયોગ અને વિચારધારા વિષે ખ્યાન ચાતુર્માસમાં ત્યાંના એક વિચારકભાઈના સંપર્કથી સાંભળેલ; એટલે તેમણે પૂ. મહારાજશ્રી સાથે પત્રવ્યવહાર કર્યો. અને હવે તેઓ સાથે રહેવા અને રાજસ્થાનમાં ધર્મમય સમાજ રચનાના પ્રયોગમાં સહયોગી થવા તૈયાર થયા છે. હાલમાં તે તેઓ બીજા એક તેમના વિચારને મળતા મુનિજી સાથે વિચરવા માગે છે, અને તેમને પણ સક્રિય રીતે તૈયાર થાય તે કરવા માગે છે.
શિબિર પ્રવચને એ સાધુસાધ્વીઓ સિવાય કેટલાક રચનાત્મક કાર્યકર ભાઈબહેનોમાં સારી અસર ઉપજાવી છે અને તેઓ એ પ્રવચન પુસ્તકોને ધર્મગ્રંથ તરીકે વાચે છે અને બીજા શ્રાવકો તેમ જ સાધુસાધ્વીઓને વંચાવે છે; વાતાવરણ તૈયાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com