________________
૩૩૯
સ્થાનકવાસી અનેક સાધુસાધ્વીઓને સંપર્ક થયો હતો. સામુહિક ક્ષમાપના દિવસના રોજ જૈન–એકતા માટે ત્રિસૂત્રી કાર્યક્રમ મૂક્યો હતો.
દિલ્હી ચાતુર્માસ પછી કલકત્તા ભણી વિહાર કરેલ તેમાં પંજાબ, યૂ. પી. બિહાર, અને બંગાલના અમુક ગામે નગરો આવ્યાં. યૂ.પી.માં કેટલાક સાધુ શ્રાવકોનો સંપર્ક થયો. જૈનેતર જનતાને ભાવભીને પ્રેમ સાંપડ્યો. અનેક અવનવા અનુભવ થયા. આગ્રામાં સદાય કાર્યકર્તાઓને સંપર્ક થયો અને શ્રી. ચિમનલાલજી જૈને ગ્રામસંગઠન માટે આગ્રા જિલ્લાનું ક્ષેત્ર પસંદ કરીને પ્રયોગ કરવાની વિનંતિ કરી. આમ તે દિલ્હી ચાતુર્માસમાં શ્રી. ત્રિલોક્સંદજી ગેલેછા વ. રાજસ્થાનના કાર્યકરો પણ રાજસ્થાનમાં ગ્રામસંગઠનના પ્રયોગ માટે વિનતિ કરી ગયા હતા.
પણ કલકત્તા જવાનું હતું એટલે તે તરફ વિહાર ચાલુ રહ્યા. કલકત્તા પ્રવેશ વખતે જ સ્વાગત ભાષણમાં પૂ. મહારાજશ્રીએ બંગાલમાં ત્રણ વસ્તુઓને નિવારવાની વાત કરી, તેમાં પશુબલિનિષેધ કાર્યો સૌથી પહેલાં હાથ ધરવાનું વિચાર્યું. તેને માટે ચો ગતિમાન થયાં. પશુબલિનિષેધક સમિતિ સ્થપાઈ. જે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધની કલકત્તા શાખા હેઠળ ચાલશે. અને હવે સંઘના નૈતિક સંચાલન તળે માનસમાજ સંસ્થા પણ સ્થપાઈ ગઈ છે. અને સુંદર ચાલે છે.
આમ તો શિબિર પછીના ત્રણ વરસોમાં શિબિર પ્રવચનના ૯ ભાગ છપાયા, એનાં પ્રવચને વ્યવસ્થિત કરીને મારવાનું, તેમજ સંપાદન કરેલ પ્રવચન જેવા તપાસવાનું કામ પણ નેમિમુનિએ કર્યું જ છે. તે ઉપરાંત શિબિર પ્રવચનની ઝાંખી શુદ્ધિપ્રયોગની પૂર્વપ્રભા, અને “શુદ્ધિપ્રયાગકી ઝાંખી” વગેરે પુસ્તકો પણ લખ્યાં છે. . મહારાજશ્રીએ એ પ્રયોગ અને વિચારધારાની માહિતી માટે ૧૦ પત્રિકાઓ બહાર પાડી છે. સર્વ-ધર્મ-સમન્વયનો પણ પ્રાર્થના નિમિત્તે પ્રચાર-પ્રસાર થયો છે.
, જાઇ. જેના માટે ચો ગતિમાન કાયં સૌથી નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com