________________
૩૩૮
આ વિચાર અને
એક નાની
તેમજ તામિલનાડમ
આ વિચાર સમજાવે; પણ એ બની શક્યું નહિ. “અનુબંધ વિચારધારા હી કર્યો ?' નામની એક નાની પ્રચારપુસ્તિકા બહાર પાડવામાં આવી હતી, તેના દ્વારા અને મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ તામિલનાડમાં ઠેર-ઠેર પ્રચારસભાઓ અથવા વ્યાખ્યાન યોજીને શક્ય તેટલે પ્રચાર કર્યો. મદ્રાસ જેવા અજાણ્યા પ્રદેશમાં શ્રી. કપુરચંદભાઈ વગેરેના સહયોગથી તેમજ શ્રી. છોટુભાઈ અને કાશીબહેનના પ્રયત્નથી આ પ્રચારમાં સારી એવી સફળતા મળી. ચાતુર્માસ પછી પાંડીચેરી, તિરુવન્નામલ્લે, તિરૂપલિ વગેરે થઈને આંધ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પંજાબ પ્રદેશના અમુક ગામનગરોમાંથી પસાર થઈ મુનિ નેમિચન્દ્ર દિલ્હી આવ્યા. ત્યાં સુધીમાં પૂ. મહારાજશ્રી પણ એક ચોમાસું ભાલમાં જવારજ કરીને ગુજરાત, રાજસ્થાન, અને પંજાબ પ્રદેશના અમુક ગ્રામનગર થઈને દિલ્હી પધાર્યા. અમદાવાદમાં પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી ભાતસમાજ સ્થપાયો.
દિલ્હીમાં ચાતુર્માસ બને જણ સાથે જ હતા. અને ત્યાં નીચે મુજબ કાર્યો થયાં –
૧. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ તથા વેપારમાં લાંચરૂશ્વત વગેરે અનિષ્ટો અટકાવવા માટે ચારિત્ર્યશુદ્ધિ સમિતિ સ્થપાઈ
૨. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધ દિલ્હી શાખા સ્થપાઈ ૩. તેની હેઠળ માતસમાજની સ્થાપના થઈ
૪. વિશ્વમાં ચીન, પાકિસ્તાન, બ્રિટન વ. ને લીધે થયેલ અશાતિને નિવારવા માટે મહાત્મા ગાંધીજી જેવા વિશ્વશાનિકર્તા મહાપુરુષની જન્મતિથિ નિમિત્તે ત્રિદિવસી, પ્રાર્થના જપ-ધુન-સ્વાધ્યાય વગેરે સહિત તપસ્યાના કાર્યક્રમવાળો “વિશ્વશાનિત યજ્ઞ” ગાંધીસમાધિ, રાજધાટ ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી અને દિલ્હી બહારનાં ઘણાં ભાઈબહેનોએ ભાગ લીધો હતો.
૫. ચાતુર્માસમાં દિગંબર, કવેતાંબર મૂ. પૂ. તેરાપંથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com