________________
૩૩૭
સગાવહાલાં અથવા લાગતા વળગતાં ભાઈબહેને જાગૃત થાય અને આ નિમિત્તે પિતે તપ કરે તો અમુક ઉપવાસે પારણું થાય (૩) જે સમાજ જાગૃત થાય તે અમુક ઉપવાસે પારણું થાય. કારણ કે આમાં સાધુ જવાબદારી વિશેષ ગણાય અને બાકીની ગૌણ ગણાય. પણ પહેલ વિકલ્પ તે પાર પડયો નહિ. બીજા અને ત્રીજા વિકલ્પમાં સારી એવી સફળતા મળી. પણ જાગૃત થવામાં તે તે વ્યક્તિઓ થોડી મોડી પડી, એટલે દસમે ઉપવાસે પારણા થયાં. આ પ્રસંગ ખૂબજ મંથન ભર્યો હતા. જુદા-જુદા છાપાઓમાં એના સારામાઠા પ્રત્યાઘાતો પણ પડયા. તકવાદી લોકોએ એને ખોટે લાભ લેવાનો પણ પ્રયાસ કરેલો, પણ અંતે તે સત્ય તે છે. જે સત્ય હતું તે બહાર આવીને રહ્યું.
ચીચણ (થાણા જિલ્લા)માં જૈનનાં તે માત્ર બે-ત્રણ જ ઘર હનાં, બાકી ગુજરાતી વૈષ્ણનાં જ મોટે ભાગે ઘર હતાં તેમાં શ્રી. મહેન્દ્રભાઈ પુ. શાહનું કુટુંબ ખૂબ જ ભાવિક એટલે રાત્રે દરરોજ થતાં પ્રાર્થના-પ્રવચનમાં પ્રાયઃ બધાં બાંઈબહેને નિયમિત આવતાં. એ નિમિત્તે ચીંચણનાં મહારાષ્ટ્રી કુટુંબને પણ સારે પરિચય થઈ ગયો. મહેન્દ્રભાઈ પૂ. શાહની સાથે આ જિલ્લામાં ખેડૂત મંડળ સ્થપાય, તેવા સંયોગે પણ ઊભા થઈ ગયા હતા. પણ અનેક કાર્યરત હેઈ પાછળથી એ ભાઈ આને હાથ ધરી શક્યા નહિ. મહેન્દ્રભાઈના નાના ભાઈ રજનીભાઈ એ ત્યાં એક “સેવાસંધ ' સ્થાપ્યો છે. તેમાં સારા સેવાભાવી ભાઇબહેને તૈયાર થાય છે.
આ શિબિર પત્યા પછી અનુબંધ વિચારધારાના પ્રચાર માટે અને દક્ષિણ ભારતની પરિસ્થિતિનાં દર્શન માટે પૂ. મુનિ નેમિચન્દ્રજીને મદ્રાસ મેલવાનું આમ તે ચાતુર્માસ પહેલાં જ વિચારાયું હતું. પણ ચાતુર્માસ પછી નક્કી થઈ ગયું. આ રીતે ચીંચણથી મદ્રાસ ભણી તેમણે વિહાર કર્યો. સાથે શ્રી. મેઘજીભાઈ સેવામાં ગયા. કપના તે એ હતી કે બે ચાર ભાઈ એ અનુબંધ વિચાર પ્રચાર માટે સાથે રહે, અને લોકસંપર્ક કરે, ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com