________________
૩૬
૨. અનુબંધ-વિચાર પ્રચાર સમિતિ ૩. તપફાળા સમિતિ
આ ત્રણે સમિતિઓમાં જુદી-જુદી શક્તિશાળી વ્યક્તિઓ નીમાઈ હતી. દા. ત. સાધુ સા. સં. સમિતિમાં શ્રી. અમૃતલાલ દડિયા, શ્રી. મહેન્દ્રભાઈ પૂ. શ્રેફ. શ્રીમતી પુષ્પાબહેન મહેતા (પાલણપુરવાળા.) શ્રી. દેવજીભાઈ શાહ, શ્રી. સવિતાબહેન પારેખ, શ્રી. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી વગેરે અનુબંધ-વિચારપ્રચાર સમિતિમાં શ્રી અમૃતલાલભાઈ ડી. મહેતા શ્રી. શાંતિભાઈ કાનજીશ્રી. દેવજીભાઈ શ્રી. હરજીભાઈ, શ્રી. લખમશીભાઈ શ્રી. સામનેકભાઈ, શ્રી. દિનકરભાઈ દેસાઈ, શ્રી. પૂજાભાઈ કવિ, શ્રી. ડે. મણિભાઈ વગેરે. તપફાળા સમિતિમાં કેટલાક બહેને ત્યાર પછી પૂ. મહારાજશ્રી અને સ્વામી નેમિચંદ્રજીએ ઘાટકોપર, ચેંબુર શાન્તાક્રુઝ, ખાર, વિલેપાર્લે, અંધેરી, બોરીવલ્લી, કાંદીવલી વગેરે થઈને ચીંચણ (થાણા જિલ્લા) ભણું વિહાર કર્યો. ઘાટકોપર અને શાંતાક્રુઝ દેરાવાસી સાધુઓનો સમાગમ થયો. ચીંચણમાં બે દેરાવાસી મુનિ રત્નસાગરજી અને પ્રવીણસાગરજી મળવા આવેલા.
આ દિવસમાં સાધ્વીજી ઠા. ર. જેઓ શિબિરમાં ભાગ લેવાનું વચન આપવા છતાં ન આવી શક્યાં. તેઓ આજુબાજુના ગામમાં હતાં એ ભલે સોગ વશાત થઈ ગયું પણ હવે તેમને પિતાનું વચન નહિ પાળવાને પસ્તાવો થાય, અને પોતાની ભૂલ સમજીને જાહેર કરે, એ દ્રષ્ટિએ વિ. વા. પ્રા. સંઘનાં બાઈબહેને ઘણીવાર તેમને મળવા અને સમજાવવા ગયાં પણ તેઓ હજુ પણ સંયોગાધીન રહી હિમ્મત ન બતાવી શક્યાં. છેવટે પૂ. મહારાજશ્રીએ એમની નબળાઈમાં પિતાની ભૂલ ગણી તેના પ્રાયશ્ચિત માટે પિતે ૨૧ ઉપવાસ કરવાના કપેલા, પણ સાથે કેટલાંક વિકલ્પો એક પાના ઉપર લખીને મૂકેલા તેમાં એ મુખ્ય હતી કે– (૧) જે સાધ્વીજીને પસ્તાવો થાય અને પોતાની ભૂલ કબૂલે તે વચ્ચેથી પારણાં થાય, (૨) જે સાધ્વીજીનાં ગૃહસ્થપક્ષના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com