________________
૩૪૦
શિબિરાર્થીઓ વડે થયેલ કામ શ્રી. દંડી સ્વામીજીએ પોતાના સંપર્કમાં આવતા ગૃહસ્થ ભાઈબહેને અને થોડાક સંન્યાસીઓને આ વિચારે સમજાવવાનું કામ કર્યું છે.
શ્રી. માટલિયાજીએ સર્વોદય વિચાર અને વિશ્વ વાત્સલ્ય વિચારને કાર્યાત્મક રીતે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.
શ્રીમતી સવિતાબહેને તે દિલ્હી ચાતુર્માસને અપૂર્વ લાભ લીધે છે. આ પ્રમાણે પૂ. મહારાજશ્રીના વિચારો પચાવીને પોતાના જીવનમાં વણવાને લ્હાવો લીધું છે. દિલ્હીમાં એમને હસ્તે “માતૃસમાજ નું ઉદ્દઘાટન થયું છે. એ કામમાં એમને રસ છે.
શ્રી. પુંજાભાઈ કવિએ નવસારીમાં સ્થાપેલ ગોપાલ મંદિર સંસ્કાર કેન્દ્રમાં ગોપાલક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને અલગ-અલગ રહીને, સારા સંસ્કાર આપવાની સુવ્યવસ્થા કરી છે. કેટલાંક સાધુ સંન્યાસી સાધ્વીઓનો સંપર્ક સાધી તેમને આ વિચાર તરફ વાળવા માટે પ્રયાસ કર્યા છે. સુરત જિલ્લામાં આદિવાસીઓની જેમ ગોપાલકોની સ્થિતિ પણ બહુ ખરાબ છે. તેમનામાં દારૂ, માંસાહાર, પશુબલિ આપવાની બદીઓ ઘણું પ્રમાણમાં છે; પણ પૂજાભાઈએ તેમને અવારનવાર સંપર્ક કરીને આ બદી છોડાવવાનો પ્રયાસ આદર્યો છે. તેમાં એમને થોડેક અંશે સફળતા પણ મળી છે.
શ્રી અમૃતલાલભાઈ દડિયા સાધુ સાધ્વી સંપર્ક સમિતિમાં છે. અને પિતે નિવૃત્ત હેઈ આ વિચારધારામાં રસ હોવાને લીધે મુંબઈમાં વિરાજતાં સાધુ-સાધ્વીઓને અવારનવાર સંપર્ક કર્યા કરે છે. સાધુસાધ્વીઓને ગળે આ વિચારધારા ઊતરે છે ખરી, પણ કાર્યરૂપમાં પરિણત કરવામાં હજુ નૈતિક હિંમતને અભાવ દેખાય છે. ધીરે ધીરે તે આવતો જ જશે.
3. મણિભાઈ શાહે શિબિરમાં વિચારભાતું મેળવીને આ વિચારને શક્તિ પ્રમાણે પ્રચાર કર્યો છે. ખેડૂતોના પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com