________________
૩૩૩
વિદાય વિદાય વેળા ખૂબ જ વસમી હોય છે. જે શિબિરાર્થી, સાધકસાધિકાઓ અને સાધુસંન્યાસી ચાર સાડાચાર માસ એક જ સ્થળે શિબિરમાં રહ્યા અને જેઓ આચાર-વિચારની દષ્ટિએ ઘડાયા; તેમને જ્યારે છૂટા પડવાનું આવે ત્યારે તેમનું હૃદય ભરાઈ આવે તે સ્વાભાવિક છે. તેના હૃદયમાં પિતાના શ્રધેય અને સાથીજનો પ્રત્યે અનેરો ભાવ હોય છે.
શિબિરાથીઓ પૈકી પૂ. શ્રી. દંડી સ્વામીજી અને ગોસ્વામી જીવણગરજી તો પૂર્ણાહુતિ થયા પછી બીજે જ દિવસે વિદાય થયા હતા. ૫. ડીસ્વામીની સરળતા અને પ્રકૃતિભદ્રતા સાધુતાને દીપાવે એવી હતી. તેમણે ફરી મળવાનું વચન આપ્યું અને પૂ. મહારાજશ્રીના અનુભવ વડે મળેલ અપૂર્વ લાભ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી. ગેસ્વામીજીએ પણ વિદાય વેળા પૂ. મહારાજશ્રીને પોતાના જીવનમાં ઘર ઘાલી ગયેલા ધૂમ્રપાનના વ્યસનને ધીમે ધીમે કાઢવાને પ્રયત્ન કરવાનું વચન આપેલ; તેમજ પત્રવહેવાર વડે સંપર્ક સાધવાની વાત કહી.
શ્રી. બ્રહ્મચારીજી, સુંદરલાલ શ્રોફ, ડો. મણિભાઈ પણ પૂર્ણાહુતિના બીજે દિવસે ગયા. એમણે . મહારાજશ્રીને નમન કરીને શિબિરના અનુભવનું ભાતું લીધું અને વિદાય થયા.
બાકીનાં સાધક-સાધિકાઓ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે વિદાય થયાં. પૂ. મહારાજશ્રીના વાત્સલ્ય અને સૌહાર્દને રસ સૌએ ચાખ્યો હતે એટલે વિદાય વેળા સહુની આંખમાં હર્ષાશ્રુ હોય તે સ્વાભાવિક છે.
“સાધુ સે ચલતા ભલા” એ ન્યાયે પૂ. મહારાજશ્રીએ પણ ૫. નિમુનિ સાથે ત્યાંથી વિહાર કર્યો....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com