________________
[૧૪] શિબિર પછી
શિબિરાથીઓ સાથે સંપર્ક
શિબિર પછી શિબિરાર્થીઓ પૈકી ઘણાની સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક રહ્યા કરતો હતો.
શ્રી. દેવજીભાઈ સાથે જે પત્રવ્યવહાર રહ્યો તેમાં તેઓ શિબિરની કાર્યવાહીના સારા પ્રત્યાઘાતો કચ્છના ઉપર પડયા, એમ જણાવે છે. અને પિતાને પણ શિબિરમાંથી પરિપકવ અનુભવ મળ્યાં, તેનો અભાર પ્રદર્શિત કરે છે.
શ્રી. ડોકટર મણિભાઈ શાહ સાથે પણ પત્રવ્યવહાર ચાલુ રહ્યો હતો. એમાં વચ્ચે-વચ્ચે તેઓ પોતાના વિચારોમાં રહેલ શંકાઓ પૂછાવે છે. તેમજ એક વખત જ્યારે પૂ. મહારાજશ્રીને પ્રવાસ વડોદરા જિલ્લામાં થયે, ત્યારે પ્રત્યક્ષ પણ મળ્યા. તે વખતે તેમની માનસિક સ્થિતિ
મૈયા ની ધૂનમાં હોવાથી બરાબર ન હતી. મહારાજશ્રીએ તેમને સંતોષ આપો. અને પછી તેમની માનસિક સ્થિતિ બરાબર થઈ ગઈ હતી.
- શ્રી. બ્રહ્મચારીજી, સુંદરલાલ શ્રોફ, અને શ્રી ગોસ્વામીજી સાથે પત્રસંપર્ક ન રહ્યો. પાછળથી પણ મહારાજશ્રીને સુંદરલાલ શ્રોફ સુરત જિલ્લા પ્રવાસમાં મળેલા અને ટૂંક સમય સાથે રહેલા. શ્રી બળવંતભાઈની તબિયત શિબિર વખતે જ બગડી હતી, તે સૌરાષ્ટ્ર ગયા પછી થોડી ઠીક થઈ. અને પત્રસંપર્ક ચાલુ રહ્યો. તેમણે દંડી સ્વામી શ્રી ગોપાળ સ્વામીજી પાસે સંન્યાસ લેવાની ઈચ્છા પત્રમાં જણાવેલ; પણ તેમના માતુશ્રી અત્યંતવૃદ્ધ હોઈ, તેમની સેવાની જવાબદારી છે, ત્યાં સુધી સંન્યાસ કરતાં કર્મયોગ સાધી પોતાનું જીવનઘડતર કરવું સારું, એમ જવાબમાં લખાયું. સવિતાબહેન, ચંચળબહેન ભટ્ટ, માટલિયાજી, હારમણિબહેન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com