________________
૩૩ર
બહેન વ.એ સંભાળીને અમોને જે મોકળાશ આપી છે તે બદલ તેમના ઋણી છીએ.
શ્રી. માટલિયાજીએ પિતાની તબિયત અંગે પૂ. ગુરુદેવ પાસે અમુક બાબતમાં પ્રથમથી જ છૂટછાટની મંજૂરી મેળવી લીધી હતી. છતાં આવી નાદુરસ્ત સ્થિતિમાં પણ તેઓએ શક્ય તેટલું કાર્ય બજાવેલ છે, તથા માનસિક રીતે ઘણું સહ્યું પણ છે.
ગૃહમાતા તરીકે બહેન શ્રીમતી સવિતાબહેને જે ફરજ બજાવી છે, જે સહનશીલતા દાખવી છે તેના માટે શબ્દો નથી જડતા. ઘણીવાર તેમની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી કહીએ છતાં તેઓએ સુખદુઃખે માતાનું પદ સાચવી રાખ્યું–સાથે સાથે વર્ગની શિસ્ત, નિયમિતતા, સાધિકા તરીકેની સમયસરની હાજરી આપીને હસતે મુખે પિતાની બેવડી જવાબદારીનું કાર્ય સુંદર રીતે પાર ઉતારેલ છે.
આમાં અમારી, ખાસ કરીને મારી અણઆવડત, બેદરકારી, ઉદાસીનતા, વિગેરેએ ખૂબ જ ભાગ ભજવ્યો છે, એ મારા માટે દુઃખની વાત છે. છતાં યે તેઓએ બધાને સાચવીને ફરજ અદા કરી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. આ શિબિર એક મોટી જવાબદારી સાથે જોખમી વાત હતી, પણ પ્રભુની અનંત દયાથી સાંગોપાંગ પાર ઊતરી ગયા છીએ. અમારી ક્ષતિ તથા ભૂલ માટે પૂ. ગુરુદેવની તથા માટલિયાજીની ક્ષમાયાચના ચાહીએ છીએ.
આપ બધાને પણ અમારી જે મુખ્ય જવાબદારી હતી તે પૂરી કરવામાં અસમર્થ નીવડયા હશું એથી નાની મોટી મુશ્કેલીઓ બધાને પડી છે, ઘણી વખત તમને દુઃખ પણ થયું છે; મુઝવણમાં પણ મૂકાવું પડ્યું છે, તકલીફ ઊઠાવવી પડી છે. આ બધા માટે જવાબદારી અદા ન કરી શકવા બદલ તમારા બધાની ક્ષમા યાચું છું; અને જો અહીંના વાત્સલ્યમય વાતાવરણની ફોરમને સાથે લઈ જાઓ એવી આશા રાખું છું.”
ત્યારબાદ સહુએ એક-બીજા પાસે ક્ષમાયાચના કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com