________________
૩૧૯
મળ્યો છે, તે જોતા સામાજિક જીવનના વિકાસની દષ્ટિએ શિબિરનું મૂલ્ય કન સ્તુત્ય છે એમ મને લાગે છે. આ શિબિરમાં જોડાયા છે. તેના કરતાં બહારના માણસો સારી પેઠે એનું મૂલ્યાંકન ન કરી શકે. જે કરવા બેસે તો શિબિરને અન્યાય થાય. માટે આ શિબિરની કેડીક વિશેષતા છે, જે હું માટલિયાના મૂલ્યાંકન ઉપરથી સમજ છું તે કહીશ.
આ શિબિર કોઈ એક સંપ્રદાય કે ધર્મ વિશેના પ્રચાર માટે નથી. યોજાઈ તેમ જ માત્ર ધર્મ સંપ્રદાયાને પુષ્ટિ આપવા ખાતર યોજાયેલ નથી. મને લાગે છે કે ધમની વાણીથી જ પ્રચાર કરવા કરતાં ધર્મના સિદ્ધાંતો
વ્યક્તિ કે સમાજના જીવનમાં કેમ ઉતરી શકે એ વિષે પ્રયોગ કરો, વિચાર કરે, વિનિમય કરવા અને લોકોને સ્પષ્ટ દિશામાં દોરવા એ જ ધર્મની સાચી સેવા છે. તે આ શિબિર વડે કરવામાં આવી છે. આ દપિટથી જ આ શિબિર યોજના ઘડાઈ હતી અને તે મુજબ જ પ્રવચનની ગોઠવણ થઈ છે.
શિબિરમાં ચાર સાધુઓ જ કેમ આવ્યા? એ વસ્તુને હું ગૌણ ગણું છું. આ શિબિરની દૂર-દૂર સુધી જે સાધુ-સાધ્વીઓ, ભાઈ-બહેન ઉપર છાપ પડી છે તેને જ હું મુખ્ય પરિણામ માનું છું. એટલે આવા શિબિરો અવશ્ય ગે ઠવાવા જોઈએ. જેમાં સમગ્ર માનવ જીવનના આચાર અને વિચારના ઘડતરની વિચારણા થાય છે. આવા શિબિરે ધર્મમય સમાજ રચનાને વેગ આપવા માટે ધ્યેયને પહોંચવા માટે ઘણું લાભકારી છે–મદદરૂપ છે.
હું સંપૂર્ણ ગૃહસ્થાશ્રમી છું. એટલે મારા જેવા ગૃહસ્થ માટે કેવળ અધ્યાત્મ કે બ્રહ્મચર્યની ચર્ચા થાય તો તેથી સંતોષ ન થાય. એટલા માટે જ શ્રી. માટલિયાએ કહ્યું તેમ આ શિબિરમાં સમગ્ર માનવજીવનની દષ્ટિએ આધ્યાત્મિક-ધાર્મિક વિષયોની સાથે સાથે ભૌતિક વિવોની છણાવટ થઈ છે, તેમ, હું પણ ભૌતિક વિષય પર બોલું તે અજુગતું નહીં ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com