________________
૩૨૦
ભૌતિક વિષયના વિચાર વખતે આપણે ત્રણ વસ્તુ લક્ષમાં રાખવા જેવી છે:-(૧) રાષ્ટ્રિયતા, (૨) વિવશાંતિ, (૩) ધર્મ અને વિજ્ઞાન વચ્ચે અવિરોધ. એ બધામાં જે આપણે ધર્મભાવના, ધાર્મિક દૃષ્ટિ લાવવા પ્રયત્ન કરીશું નહીં તો સમાજનું સ્વાથ્ય અને વ્યક્તિનું સુખી જીવન જોઈ શકીશું નહિ. જે દેશોની સમાજરચના માત્ર ધન કે સત્તા ઉપર પ્રસ્થાપિત છે ત્યાં પ્રગતિશીલતા દેખાય છે પણ તે ઉપર છલી છે. ત્યાં વ્યકિતને સંતોષ થતો નથી; સમાજનું જીવન સ્થિરતા મેળવી શકતું નથી. એ બંને માટે ધર્મમય સમાજ રચના પ્રસ્થાપિત કરવી જોઈએ. ભૌતિક દષ્ટિએ સમાજ-રચના અને ધર્મમય સમાજ રચનામાં પાયાને ફેર છે.
થોડાક વર્ષો પહેલાં એક અંગ્રેજ લેખકનું પુસ્તક “હવે કેમ વળવું ?” વાંચ્યું હતું. તેમાં નવી સમાજ રચના પ્રત્યે લખાણ હતું. તેમાં લેખકે બતાવ્યું હતું કે આપણી સામે પાંચ મોટા રાક્ષસો છે :(૧) આલસ્ય, (૨) અસ્વચ્છતા, (૩) અજ્ઞાનતા, (૪) અસ્વસ્થતા અને (૫) દરિદ્રતા. જ્યાં સુધી આપણે આ પાંચ ઉપર વિજય મેળવીશું નહીં. ત્યાંસુધી વ્યક્તિ કે સમાજનું કલ્યાણ થવાનું નથી. આપણા દેશમાં આવા રાક્ષસો ઉપર તિજય મેળવવાનું કાર્ય બહુ મુશ્કેલ છે. સૈકાઓથી ભારતે રાજકીય આર્થિક ગુલામી ભોગવી છે. પણ મહાત્મા ગાંધીજીની સરદારી નીચે આ દેશની પ્રજા સ્વતંત્રતા માટે લડી હતી. તે સિદ્ધાંતને ઉલ્લેખ અહીં પણ થયો છે. એના માટે જે પ્રવચન થયાં છે તે પ્રેરણાદાયી થયાં. તે સિદ્ધાંત છે સત્ય અને અહિંસાના.
ફકત આ વિચાર (સત્ય અને અહિંસાને) પ્રજા સમક્ષ રજુ કરવા માટે સંપૂર્ણ સમય અને તાકાત આજ ભારતની પ્રજામાં ઓછા છે. અન્ય ભાષામાં લખાયેલ પુસ્તકો આપણે વાંચીએ છીએ, સમાજ શાસ્ત્રીઓ અને તત્વચિંતકોની ઊંચી ફિલસૂફીને અભ્યાસ કરીએ છીએ, પણ આ શિબિરમાં જે ત્રણ ત વેદાંત જૈન તત્વજ્ઞાન વ.માં રજૂ કર્યા છે. (૧) સત્યનું અનવેષણ (૨) પ્રેમથી સૌની સાથે સંબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com