________________
૩૧૮
હવે પ્રશ્ન એ રહે છે કે શિબિરાર્થીઓ એ વિચારોને આચરમાં કેટલી હદે મૂકશે ? આ અંગે કાલની સજની ચર્ચા જે અગાઉ અપાઈ ગઈ છે તે દરમ્યાન શિબિરાર્થીઓએ પિતાપિતાની મર્યાદા પ્રમાણે જાહેર કર્યું છે. તે છતાં મહારાજશ્રીની ઈચ્છા છે કે દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં અને પૂર્વ ભારતમાં સાધુ-સાધ્વી, સંન્યાસી તેમજ થોડાક સાધક-સાધિકાઓની એક એક ટુકડી મોકલવામાં આવે. મતલબ કે આખા હિંદમાં આ વિચારધારાને ફેલવવા માટે શિબિરાર્થીઓએ વિચારવાનું રહે છે.
બીજને ચંદ્રમા લોકો જુએ અને તે સોળેકળાએ કેમ ખીલોને વિકસિત થાય તેની રાહ જુએ, એમ આ શિબિર માટે લોકોનાં મનમાં છે. તેનો જવાબ શિબિરાર્થીઓએ પૂરો પાડવાનો છે. તે માટે વિશ્વના પ્રવાહને એક તરફ વિચાર-પ્રચાર કરવો; સાધુ-સાધ્વીઓને આ દિશામાં કામે લગાડયા દૂફ અને ટેકો આપ, લોકસેવકો અને લોકસંગઠનોનો અનુબંધ કરવાના કાર્યમાં સક્રિય ભાગ લેવો. એ હવે પોતાની શક્તિ પ્રમાણે શિબિરાર્થીઓએ કરવાનું રહેશે. આશા છે કે આમાં નિસર્ગનૈયા બળ આપશે...!” ધર્મમય સમાજ રચના તરફ !
આજના મુખ્ય મહેમાન શ્રી. વૈકુંઠભાઈ મહેતાએ શિબિરની પૂર્ણ હુતિમાં રંગ પૂરતાં કહ્યું : “આ શિબિરની યોજના વિષે મેં વિગતવાર પહેલી જ વાર સાંભળ્યું. શિબિરનાં પ્રવચન હું ઉપર ઉપરથી જોઈ ગયો છું. મને પૂ. મુનિશ્રી સંતબાલજીના પ્રયોગની જાણકારી છે.
આ શિબિર વિષે શ્રી. દુલેરાય માટલિયાએ જે મૂલ્યાંકન કર્યું છે તેથી એનું સાચું ચિત્ર ખડું થાય છે. પૂ. મુનીશ્રીની પ્રેરણાથી આ શિબિરનું આયોજન થયું, કાર્ય થયું, અને મૂલ્યાંકન થયું. હવે મારે એ વિષે કશું કહેવાનું રહેતું નથી. મહારાજશ્રીને આ શિબિરમાં તેમના સાથી મુનિઓ અને સંન્યાસીઓને તથા સાધક-સાધીકાઓને સહકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com