________________
૩૦૭
જે વાત્સલ્ય શક્તિ પડી છે તેને ક્રાંતદષ્ટા મુનિશ્રીએ બહાર લાવવા માટે આ માર્ગદર્શન આપ્યું છે. એ સમાજે વડે હાલતો બહેને સ્વાવલંબી રીતે માનભેર જીવી શકે એ દષ્ટિએ આર્થિક કાર્ય ચાલે છે. ભવિષ્યમાં શિલા, સંસ્કાર, આરોગ્ય, ન્યાય અને અહિંસાના સામુદાયિક પ્રયોગ વગેરેમાં બંને ધીમે ધીમે આગળ વધશે. અત્યારે માતૃસમાજોનું કામ બહેનજ મેટાભાગે ચલાવે છે. ટાંચાં સાધનો હેવા છતાં ઉત્સાહથી બધીયે નાતજાતની બહેને કામ કરે છે. આ વર્ષે સાધુ સાધ્વી શિબિરની આખી વ્યવસ્થા વિશ્વાસ પ્રાયોગિક સંઘે સંભાળી છે. પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી આ કામ આગળ વધ્યું છે. સાધુ સાધ્વીઓમાંથી વિચારક સાધુઓ જાગૃત થશે તો ભવિષ્યમાં તેઓ આવા માતૃસમાજે
સ્થાપવાની પ્રેરણા આપી માતાઓની શક્તિને વિકસાવવામાં મોટો ફાળો આપી શકશે એવી આશા છે.” ભવિષ્યની આશા
૫. . નેમમુનિએ શિબિર પછી ભવિષ્યની અ શા વિષે બોલતાં કહ્યું : “કોઈપણ ક્રાંતિનું કાર્ય ધીમી ગતિએ ચાલતું હોય છે. એમાં પાવાની ઈંટ બનવું પડે છે. પાયાની ઈંટ બનવા માટે મેટાભાગના સિધ, અને સાધુઓ એટલા માટે તૈયાર થતા નથી. સામાન્ય લોક બહારનું ચણતર જુએ છે; પાયાની ઈંટને જોતા નથી. એટલે શિબિરમાં સાધુ-સંન્યાસી અને સાધકો થોડાજ આવ્યા. તેથી લોકો જે આશા અને અપેક્ષા રાખે છે તે નફળતાં કંઈક નિરાશા આવી જાય છે.
માનવ જીવનનાં બે પાસાં છે. વિચાર અને આચાર. એમાં વિચારનું પાસું તે જે શિબિરાર્થીઓ આવ્યા છે તેમનું ખૂબ જ મજબૂત બન્યું છે. વિચારોમાં જે ગૂચ હતી તે હવે સાફ થઈ છે. તે ઉપરાંત શિબિરની કાર્યવાહીનું મૂલ્યાંકન કરતાં જે પત્રો સાધુ-સંન્યાસી અને સાધ્વીઓનાં આવ્યા છે તેથી નિરાશાનું કારણ રહેતું નથી. ભવિષ્યમાં એ વિચારો તેમના રીવનમાં આચારરૂપ બનશે એવી આશા માપી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com