________________
૩૧૪
જે વાત બતાવી છે તેના આધારે શિબિરનાં પ્રવચનો થયાં. આ તે શિબિર પ્રવચને જે વાંચશે તેને જરૂર ખ્યાલમાં આવી જશે.
ત્રીજી વાત એ કે સંસારને છોડનાર ત્યાગી સાધુઓ મોટાભાગે પિતાના ધર્મ તથા તત્વજ્ઞાન વિષય સાહિત્ય સિવાય બીજા વિશે અભ્યાસ એમ માનીને નથી કરતા કે એ સિવાય બધું ખોટું છે. જેને કહે છે કે તે બધું મિથ્યાત્વ છે; વૈદિકે કહે છે કે એ બધું ભ્રમ છે! પણ ખરેખર જૈન કે વેદાંત સાહિત્યમાં જે કોઈ કથા-સાહિત્ય લખાયું તેમાં પિતાની માન્યતાને રંગ દેવા કે તે વર્તુળને મહિમા વધારવાની વાતોનું દર્શન તરત જણાઈ આવશે. એકાદશી–મહાસ્ય કે શ્રીપાળ રાજાના રાસમાં વ્રત–મહાઓ કે ધર્મ ઉપર આંધળી શ્રદ્ધાને કાંબળા
ઢાવા માટે જ હોય તેમ જણાઈ રહે છે. અને તેથી વ્યાપક ધર્મને સાંપ્રદાયિકતાના કેદખાનામાં પૂરી દેવામાં આવ્યો. જ્યારે આ શિબિરમાં ધર્મને બધા ક્ષેત્રોમાં વ્યાપક કરવા માટે આજનાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજકારણ, અર્થકારણ તથા વિજ્ઞાનની વિવિધ શાખાઓ ઉપર સારી પેઠે છણાવટ કરવામાં આવી. ધર્મની સાથે એ બધાને અનુબંધ શી રીતે થઈ શકે એ વિચારાયું. જો કે સમય થોડે હોવાના કારણે આ બધા વિષેની માહિતી બહુ જ ટૂંકાણમાં અપાઈ
આમ પ્રાથમિક રીતે ક્રાંતિ મૂલ્યોની દૃષ્ટિએ સાધુ-સાધ્વી શિબિરમાં ભૌતિક વિષયો ઉપર ચર્ચા-વિચારણા થવી અને તે પણ આધ્યાત્મ વિષયની સાથે સમન્વયની દૃષ્ટિએ થવી એ સ્વયં નવું ક્રાંત. મૂલ્ય છે. એ ઉપરથી સાધુ-સંન્યાસીઓને એક વસ્તુની ખાતરી તો થઈ જ જશે કે આ બધા વિષયો ધર્મના ક્ષેત્રમાં આવી શકે છે અને ભૌતિક વિષયનું આધ્યાત્મિક વિડ્યો સાથે દષ્ટિપૂર્વક જોડાણ થવું જોઈએ એ સાધુ-કર્તવ્ય છે; એમ શિબિરે જગત આગળ તે જાહેર કર્યું છે, તેનું આગવું મૂલ્ય છે. એવી જ રીતે જૈન, વૈદિક, વૈષ્ણવ તેમજ અન્ય સંપ્રદાયના સાધુ-સંન્યાસીઓ પિતાપિતાની પરંપરા છોડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com