________________
૩૧૩
પ્રાર્થનામાં સાથે બેસે, બધા ધર્મસ્થાપકોની પ્રાર્થના એવા સર્વધર્મોના સમન્વયની વાત કરે, આ એક નાનીસૂની વાત ન થઈ. તેને લીધે શૈવ, વૈષ્ણવ, જૈન બધા ભેગી ઉપાસના કરી શક્યા એ કાંતમૂની દષ્ટિએ અપૂર્વ વસ્તુ ગણાય.
| બાપુએ તે આ દિશામાં સાધુ-સંસ્થા શી રીતે આગળ જઈ શકે એનો નમૂનો મૂકવા. જૈન સાધુ સાથે વાત કરવી હોય તો તેનો પાયો સમક્તિ હય, સમક્તિની આજુબાજુમાં જ એ વિચારતા હશે; હિંદુ સાધુ સાથે વાત કરવી હોય તે એની વાતને પાયે બ્રહ્મ હશે; જગત મિથ્યા છે–અવિવાથી બચવું જોઈએ એમ બ્રહ્મની આસપાસ જ આંટા મારશેઃ પણ, શિબિરમાં માનવતાના પાયા ઉપર જ વિચાર થયે. કોઈ ધર્મ, દેવ, ગુરુ કે શસ્ત્ર બોટાં છે કે સાચાં એમાં નિર્ણાયક વિચારકની બુદ્ધિ જોઈએ-તે દૃષ્ટિ આપવામાં આવી. પિતાનાં બધાં પુણે છે, બીજાનાં અપૂર્ણ છે એ સત્યાગ્રહ દષ્ટિ નથી. સત્યગ્રાહી દષ્ટિ તો મિથ્યા ગણતી વસ્તુમાંથી સત્ય તારવી શકે-તે દષ્ટિ છે. જૈને કહે કે અમારા મહાવીરમાં પૂર્ણતા છે-બજ બધા અપૂર્ણ છે-એ દાટ સત્યને ઓળખવાની નથી. પણ, અહી જૈન તીર્થકરોના સમવારણ, વા વગેરેની કથાઓ હિંદુ સંન્યાસીઓએ સાંભળી અને ભાગવત, પુરાણ, રામાયણની કથા જૈન સાધુઓએ સાંભળી–એમાંથી બધાએ મળીને સન્યની તારવણી કરી.
સાર એ નીકળ્યો કે દેશ, કાળ અને પાની દષ્ટિએ કે વસ્તુમાં પરિવર્તન કરવું પડે તે કરવું પણ મૂળ સિદ્ધાંતનું સાતત્ય જાવીને સવંસ ગણતા લોકોએ પિતાના દેશકાળ-પ્રમાણે સત્ય જોયુ, તે બતાવ્યું. આજે દેશકાળ કરી જવાથી કેટલીક વસ્તુઓ સંશોધન માંગી લે છે. તે વ્યક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે ફેરફાર કરવાની ચાવી તે જ સર્વો પિતાના અનુયાયીએ ને બતાવી ગયા છે. કિશોરભાઈએ “સમૂળી ક્રાંતિમાં
ખોટી માન્યતા અને મૂઢતાને તોડવાની અને સાચી વસ્તુઓ સ્થાપવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com