________________
૩૦૪
રૂબરૂ આનંદ અનુભવતા હેલું, એમ જ લાગે છે. આ ચાતુર્માસને શિબિરપત્રિકાને સંગ્રહ પુસ્તક રૂપે બહાર પડે, એમ ઈચ્છું છું....”
અમદાવાદથી એક સહસ્થ “...નિત્યોંધના વાંચનથી ખ્યાલમાં આવતા ત્યાં વહેતા જ્ઞાનના ધોધમાં એમ થાય છે કે ત્યાં વસતા જ્ઞાનના એ વરસાદમાં સ્નાન કરવા વધુ સંખ્યા હાજર હેત તો કેવું સારું હતું ? અલબત્ત, કોઈપણ કાર્યક્રમનું કે તેની સફળતા-નિષ્ફળતા અંગેનું સાચું મૂલ્યાંકન તે એ કાર્યક્રમના સંયોજકના તેની પાછળ ઉદ્દેશ અને મુખ્ય ધ્યેયને લક્ષમાં લઈને જ વધુ સાચી અને સારી નકકી કરી શકાય. આનો અર્થ એમ પણ થયો કે સંજક પોતે જ પોતાની તટસ્થ બુદ્ધિની સહાયથી બીજા કરતાં વધુ સાચું મૂલ્યાંકન જરૂર કરી શકે. પરંતુ આ શિબિરની સફળતાનું માપ સાધારણ જનસુલભ માન્યતાવાળી સ્થૂળ દષ્ટિનાં એકમ પરથી આંકીએ–એટલે કે શિબિરાર્થીઓની સંખ્યા, જૈન સાધુસાધ્વીની સંખ્યા, વિવિધ સંપ્રદાયોના પ્રતિનિધિ સાધુની સંખ્યા, શિબિરની પૂર્ણાહૂતિ બાદ શિબિરસાનને પ્રત્યક્ષ ક્ષેત્રે અમલ વ. કેટલું થઈ શકયું; એમ દષ્ટિબિંદુ લઈએ તે ભાવિમાં આવા શિબિરેને આવી દષ્ટિએ વધુ કાર્ય સાધક...બનાવવાની દષ્ટિએ વિવિધ મતિની ભિન્ન ભિન્ન સૂચનાઓ કે અભિપ્રાય હોઈ શકે ખરા. જો કે આ બધુ શિબિરની કાર્યવાહીમાંથી પણ આપોઆપ સર્વને સ્પષ્ટ થતું જશે, એમ માનવામાં ભૂલ હોવાને સંભવ નથી...”
સાબરમતીથી એક જિજ્ઞાસુ સાધક આપશ્રીની ભાવના અને નિષ્ઠા જોતાં આત્મા ખૂબ પ્રસન્નતા અનુભવે છે. આપને માર્ગ સામાન્ય શ્રેણીના માટે નથી; વિશેષ શક્તિવાળા જ ચાલી શકે. મુનિ શ્રી નેમિચન્દ્રજીએ પાંચ સાત વરસ આપની વિચારધારાને પચાવવા માટે (સાથે) પર્યટન, ચિંતન, મનનમાં ગાળ્યા પછી આજે આપને પૂર્ણરૂપે સહાયક થઈ રહ્યા છે. સિદ્ધાંતનિષ્ઠા અને દષ્ટિની રીતે જોતાં મનમાં ખૂબ બળ આવે છે. જ્યારે.સમાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com