________________
સહયોગ હોય તો જ આ કાર્ય આગળ ધપી શકે. આજે વિશ્વને હૃદયથી નજીક લાવવાનું ભગીરથ કાર્ય મહારાજશ્રી કરવા માગે છે. એમના ભૌતિક દેહ કરતાં આધ્યાત્મિક દેહને જ આપણે વધારે મહત્વ આપીએ છીએ. વિશ્વ વાત્સલ્ય એમને આત્મા છે, ધર્મદષ્ટિએ સમાજ રચના એમને પ્રાણુ છે, માતજાતિ હૃદય છે, ગામડાં અને પછાત વર્ગો પગ છે, રચનાત્મક કાર્યકરે (લેકસેવકો) હાથ છે, કોંગ્રેસ એમનું પેટ છે. આજે કે ગ્રેસરૂપી પેટ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે બધાં ક્ષેત્રોને પચાવવા માંગે છે, એટલે પૂ. મહારાજશ્રી પેટને પણ બીજાં અંગોને વહેંચણી કરીને માત્ર રાજકીય અંગ રાખે તેમ ટકોર કર્યા કરે છે. ગામડાં અને લોકસેવકો દ્વારા આ અંકુશ લાવવા માંગે છે. જે બધાંય અંગે મળીને મહારાજશ્રીના કાર્યમાં યથાયોગ્ય સહકાર આપશે તે એમને આ આધ્યાત્મિકદેહ વિધવાત્સલ્ય સીંચવામાં સમર્થ થશે.
પ્રભુને મારી નમ્ર પ્રાર્થના છે કે પૂ. મહારાજશ્રી શતાયુ થાઓ અને યુગો-યુગે સુધી વિશ્વને વાત્સલ્યરસનું પાન એમના દ્વારા મળે. એમને મારા શત વંદન.”
શ્રી. પુંજાભાઈ કવિએ પ્રયોગનાં પગથિયાં કહેતાં જણાવ્યું “મહારાજશ્રી જ્યારે ભાલનળકાંઠામાં ગયા ત્યારે આપણે ત્યાં જેમ વાડાબંધી છે તેમ ત્યાંના લોકોએ કહ્યું કે “આ તો વાણિયાના સાધુ છે.” પણ મહારાજશ્રીનું વાત્સલ્ય, કામ કરવાની કળા, તેમનું ચારિત્ર્ય વગેરે જોઈને લોકો તેમની તરફ ખેંચાયા. પછી તો એટલો સંબંધ બંધાઈ ગયો કે જેમાં માતા-પિતા બહાર ગયા હોય અને બાળક રાહ જુએ તેમ મહારાજ શ્રી ચાર વર્ષથી મુંબઈ છે અને ત્યાંની પ્રજા રાહ જોઈને બેઠી છે. આજે ઘણા લોકો મુનિશ્રી સંતબાલજી પ્રત્યે મીંટ માંડે છે તે બરાબર જ છે. તેમણે હજુ ચિરંજીવ બનીને સમાજને દોરવાને છે.”
શ્રી. માટલિયાજીએ કહ્યું: “સંતબાલ જયંતિ જૈન પરંપરાને બંધ બેસતી લાગતી નથી. એટલે તેના બદલે તેમના વિશિષ્ટ કાર્યની–અનુબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com