________________
૨૯૩
વિચારધારાની જયંતિ ઉજવીએ એ જ બંધબેસતી આવશે. ગાંધીજીએ રેટિયા-જયંતિ, વિનોબાએ ભૂદાન–જયંતિ. પંડિતજીએ બાલ-જયંતિ ઉજવવાનું કહી નવી પરંપરા ઊભી કરી છે. તે દષ્ટિએ એક નવીન પરંપરા કાયમ થઈ છે, તે સુયોગ્ય છે.
મહારાજશ્રીના વિચારનાં જે તે દેખાય છે. અનુબંધ વિચાર ધારાનાં, તેની ઉપાસના તેમને રામકૃષ્ણ પરમહંસમાં દેખાય છે. રામકૃષ્ણ પરમહંસ માતૃશક્તિના ઉપાસક હતા. આ માતૃશક્તિ એટલે શું ?
આ આખુયે વિશ્વ વાત્સલ્યથી ભરપૂર છે. એટલે ખ્રિસ્તી, બુદ્ધ, ઈસ્લામ, રાધા, હનુમાન એ બધાની ઉપાસના વિધવાત્સલ્યમાં સમાઈ જાય છે. ચેતનને પ્રાપ્ત કરવા માટે એ બધી ઉપાસના છે. તેમણે ભેદબુદ્ધિ કાઢી નાંખી, સર્વધર્મ ઉપાસના અને અભેદ-દક્ટિ લીધી. કોઈએ કહ્યું કે “તમે તે મૂર્તિપૂજા કરે છે?”
તે કહ્યું : “વ્યકિતપૂજા દ્વારા અવ્યકતને પ્રાપ્ત કરવા મથું છું.”
મહારાજશ્રી પણ વ્યકતપણે જે કંઈ કરે છે, તે અવ્યકતને મેળવવા માટે જ છે. રામકૃષ્ણ વિચારને વ્યક્ત કરવા માટે વિવેકાનંદને તૈયાર કર્યા. તેમણે પરદેશમાં પણ પ્રચાર કર્યો. ગાંધીજીએ એ જ પરંપરા પકડી. ગ્રામોદ્યોગ, રોજીરોટી તેમજ સંસ્કાર મળવા જોઈએ. એમાં અંતરાય રૂ૫ રાજ્ય હતું એટલે પરદેશી રાજ્યને દૂર કર્યું. આશ્રમમાં તેમણે સાધુત્વને વિકાસ કર્યો. પરિણિત જીવન જીવી પતિ-પત્ની બ્રહ્મચારી બન્યાં. બા અને બાળક જેમ બની જતા. બીજી બાજુ ખાદી ગ્રામોદ્યોગ, મજુર વગેરેની સંસ્થા બનાવી સમાજમાં સંગઠનનું ઘડતર કર્યું. કોંગ્રેસને શુદ્ધ બનાવી.
કોઈએ પૂછયું : “બાપુ, અનુસંધાન શું?” ને, કહે : “અંતરમાં રામ સાથે રાખો અને બહાર રેટિયા સાથે! ”
વિનોબાજીએ વિચાર્યું કે જે અસમાનતા દૂર નહીં થાય તે વર્ગ-વિગ્રહ આવશે. ઘર્ષણ દ્વારા વિષમતા તેડવાને વિચાર સામ્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com