________________
ર૭૭
એ જ રીતે સ્થાનીક માટુંગા, શિવ, સાયણ, ઘાટકોપર અને મુંબઈનાં કેટલાંક ભાઈબહેને ખાસ જિજ્ઞાસાથી શિબિરની કાર્યવાહી સાંભળવા આવતાં હતાં. તેમાં શ્રીમતી શાન્તાબહેન પાટડિયા, સુશીલાબહેન ચિત્તલે (મરાઠીબહેન) કાંતાબહેન લાલ, બહેનશ્રી પ્રભાબહેન અજમેરા, શ્રી......ખારા (બાપા ), મણિબહેન, વગેરેનાં નામો ઉલ્લેખનીય છે. શ્રી. શાંતાબહેન અને સુશીલાબહેન ઉપર તો આ શિબિરની એટલી સારી અસર થઈ કે એ બન્ને માતૃસમાજ, શિવમાં કાર્યકર તરીકે સેવા આપવાની હા પાડી.
શિબિરમાં સાંભળવા આવનાર ભાઈબહેનોને શિબિરની કાર્યવાહીમાં ખૂબ રસ પડતો. તેઓ બહાર જઈને જિજ્ઞાસુભાઈબહેને સાથે એની ચર્ચા કરતાં. અને સૈ પોતપોતાને જેગું ભાતું શિબિરમાંથી મેળવતાં.
કયારેકઆવનાર શ્રોતાઓ, શિબિરના એકાદ પેટા મુદ્દા ઉપરનાં પ્રવચન–ચર્ચાઓ સાંભળીને એમાંથી ઊલટે અર્થ પણ તારવતા. તે રીતે શ્રવણાર્થીઓ ઉપર ઊલટા પ્રત્યાઘાત પણ પડતા. એક ભાઈ જે માટુંગામાં તે વરસે ચોમાસુ રહેતાં સાધ્વીજીઓને શાસ્ત્ર ભણાવતા હતા, એકાદ વાર શિબિરના કાર્યક્રમ દરમ્યાન આવ્યા હશે, પણ તેમણે જે થોડાંક વચન શિબિરાર્થીઓની ચર્ચાનાં સાંભળ્યાં, તેમાંથી તેમના મન ઉપર ઊલટા પ્રત્યાઘાતો પડ્યા. અને તેમણે પૂ. મુનિશ્રી સંતબાલજી મ. ને એકવાર રસ્તામાં મળ્યા ત્યારે એ મતલબનું કહેલું કે “ તમારા શિબિરમાં તે જૈનધર્મની શ્રદ્ધાથી વિપરીત પ્રરૂપણ અને ચર્ચાઓ થાય છે વગેરે. મહારાજશ્રીએ એમના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરેલ, એક ઘરડા બાપા ( ખારા ) નિશ્ચયનય-એટલે કે આધ્યાત્મના રસિયા હતા, તેમને શિબિરની નિશ્ચયને વહેવારમાં મૂકવાની પ્રક્રિયા ઉપર પ્રવચન-ચર્ચાઓ સાંભળવામાં ખૂબ રસ પડતો. એવી જ રીતે એક-બે બહેને જે કૃષ્ણમૂર્તિનાં દર્શનને સારી અને એમાંથી કેટલું હેય-જોયઉપાદેય છે, તે જાણવા આતુર હતાં. તે બધાને નવિશુદ્ધિના પેટા મુદામાં
એ વિષય ઉપર સારી પેઠે છણાવટ થઈ, એટલે તેમને સંતોષ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com