SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ શ્રી. હિંમતભાઈ અજમેરા, જે. કે. દીવાન, શ્રી. રતીભાઈ ગાંધી, શ્રી.. વીરચંદભાઈ ઘેલાણું, શ્રી. રમણીકભાઈ હેમાણી, શ્રી. ચીમનભાઈ લાલ, શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસલિયા, શ્રી. રતિલાલ દીપચંદ, રતિભાઈ દફતરી વગેરે ભાઈઓ તો અવારનવાર શિબિરાર્થીઓની સંભાળ અને સેવા માટે આવતા જતા. તેમના મન ઉપર શિબિરકાર્યવાહીની સારી છાપ પડી. માતૃસમાજનાં બહેને પણ શિબિરનાં પ્રવચનો સાંભળવા ઘણીવાર આવતાં. તેમને મન આ અનોખો જ્ઞાનયજ્ઞ હતો. આવું સાધુ સંન્યાસીઓનું અને જુદી જુદી કથા અને પ્રકૃતિનાં સાધક-સાધિકાઓનું મિલન તેમને માટે અપૂર્વ જ હતું. કેટલાંક ભાઈબહેન જે શિબિરમાં દાખલ થવા માગતાં હતાં, પણ ચાર માસ માટે સતત રહેવાનું બનતું નહિ હોવાથી અથવા મેડા પડવાથી તેઓ શિબિરસભા-સભ્ય તરીકે નહિ લેવાયાં, પણ શિબિરના મંડળની બહાર શ્રવણાર્થી તરીકે બેસતાં અને શિબિરની કાર્યવાહી સાંભળતાં. બહારથી આવેલાઓમાંથી શ્રી. કહૈયાલાલજી ટાંટિયા (ખીચનમારવાડના વતની) શ્રી. ત્રિલેકચંદજી ગેલેછા (ખીચનના વતની) શ્રી. લક્ષ્મીચંદજી જૈન, (ઈદેર) શ્રી. વલ્લભદાસ વૈધ, શ્રી. મહેન્દ્રભાઈ પૂ. શાહ, બહેન શ્રી. વનિતા બહેન વોરા, શ્રી. ભૂરેલાલાલ નયા (ઉદયપુર) શ્રી. પુષ્પાબહેન (પાલણપુરવાળાં ) વગેરેનાં નામે ઉલ્લેખનીય છે. શ્રી. કનૈયાલાલજી તે પિતાનાં પત્ની બાળક સાથે બેંગલોર વિશ્વનીડમ થી શિબિરમાં દાખલ થવા માટે આવેલા, પણ બહુ મોડા પડ્યા હોવાથી તેમને શિબિરમાં દાખલ ન કર્યા. એમ જ પ્રકાશવિજયજી ભૂદાની, તેમજ વજેશાનંદજી રાવળ (કાર્યકર) તથા મુનિશ્રી કમલવિજયજી તથા સુમતિમુનિએ શિબિર માટે ચોક્કસ દાખલ થવાની સ્વીકૃતિ લખી જણાવેલ, પરંતુ જુદાં જુદાં કારણોસર નહિ આવી શકયા. બે-એક સંન્યાસીઓ શિબિરમાં દાખલ થવા માગતા હતા, પણ ચાર માસ માટે નહિ; તેથી તેમને ન લેવાયા. શ્રી. કનૈયાલાલજી થોડાક દિવસ શિબિરની કાર્યવાહી જેઈને ખીચન ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy