________________
૭૮
બહેને તે મામલામાં
તેમના
શિબિરાર્થી બહેન માં પણ જ્યારે ધર્મને નામે અંધશ્રદ્ધા અને મૂઢતા ઉપર શિબિરની પ્રવચન ચર્ચાઓમાં પ્રહાર થતા, ત્યારે થોડી અકળામણ થતી. અને એક બહેને તો પૂ. મહારાજશ્રીને પૂછયું પણ ખરું કે “પરલોકે સુખ પામવાં એમ ભજનમાં બોલાય છે, તે ધર્મ કરણું પરકમાં સુખ પ્રાપ્તિ માટે જ છે ને !” મહારાજશ્રીએ તેમનાં મનનું સમાધાન સારી પેઠે કરી દીધું. પછી તો એ બહેનોના મનમાં ધર્મ અને દેવાને નામે વહેમ, પામરતા, અંધશ્રદ્ધા વગેરેની જે શંકાઓ. હતી, તે ઊડી ગઈ આગંતુ કે ઉપર પડેલી શિબિરની છાપ:
એકવાર શિબિરમાં શ્રી. બબલભાઈ (જે ગુજરાતના પીઢ મહાસેવક છે) આવ્યા હતા. શ્રી. રવિશંકર મહારાજ તે શિબિરના શુભારંભ વખત ઉદ્દઘાટન ક્રિયામાં હતા જ. પણ શ્રી. બબલભાઈ “અનુબંધ વિચારધારા'ના મુદ્દા ઉપર પ્રવચન ચાલતું હતું તે દિવસે અનાયાસે આવ્યા. તેમના અનુભવનો લાભ શિબિરાર્થીઓને મળે, એ દષ્ટિએ તેમને થોડુંક કહેવા વિનવ્યું. તેમણે પિતાની શિલીમાં વિચારની રજુઆત કરી હતી.
એક દિવસ શ્રી. અન્નપૂર્ણાબહેન (જેઓ જુગતરામભાઈ સાથે આદિવાસીઓમાં કાર્ય કરે છે) આવ્યાં. તેમના અનુભવોને પણ બપરની ચર્ચામાં શિબિરાર્થીઓને લાભ મળેલો. તેમણે આદિવાસીઓની પ્રકૃતિ, સંસ્કૃતિ અને ઘડતર વિષે કહ્યું હતું, જેમાં શિબિરાર્થીઓને ખૂબ રસ પડ્યો.
એક દિવસ શ્રી. પુનીત મહારાજ’ બહુ જ સાદા વેષમાં શિબિરની કાર્યવાહી જેવા અને પૂ. મહારાજશ્રીને મળવા આવ્યા હતા. શિબિરની કાર્યવાહી જેઈને તેઓ બહુ ખુશ થયા.
એક દિવસ શ્રી. રામનારાયણ પાઠક, જેમણે ગુજરાતીમાં સંવે ધર્મો ઉપર જુદાં જુદાં પુસ્તકો લખ્યાં છે, પૂ. મહારાજશ્રીને મળવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com