________________
૨૬૮
ખરેખર લાગે છે તો આપણે આ ચારે ય બાબતોને વિચાર કરવો પડશે. તો જ સર્વાગી કાર્યક્રમ થશે.
આ રીતે ઉપદેશ એક નાનું સરખો ભાગ બની શકે. પણ આ ચાર બાબતો એકી સાથે જોવાય તો જ તે ભાગનું અસરકારકપણું રહે. નહીં તે અસરકારકપણું મટી જાય. આજે ઉપદેશકોનો ઉપદેશ અસરકારક ન દેખાતો હોય તેનું મુખ્ય કારણ આ છે.
ઘણીવાર નાખી નજર ન પહોંચે તેવું હોય એટલે કે અખો સમાજ મૂછિત હેય ત્યાં બલિદાન સિવાય કોઈ માર્ગ નથી હોતો. ત્યાં બલિદાન સિવાય કોઈ માર્ગ રહેતું નથી.
એક શેઠની કરીની એક ઠાકોરે બહુ માંગણી કરી. છોકરીએ કહી દીધું: “મરવું પસંદ કરીશ પણ મારું શિયળ ખંડિત થવા નહીં દઉં !”
છોકરીના બાપુએ આમરણાંત અનશન શરૂ કર્યું અને થોડા દિવસો બાદ મૂર્શિત સમાજ જાગી ઊઠ્યો. થોડા નવલોહીયાઓએ તે ઠાકોરને ઠાર કરી નાંખે. એ જમાનામાં સામુદાયિક અહિસાનું ખેડાણ ઓછું હતું એટલે તેમણે આ સાધને લીધાં. પણ, બલિદાને સમાજ જાગ્રત તો કર્યો જ.”
આ અંગે વધુ ચર્ચા-વિચારણા અને પ્રશ્નોત્તર થયા અને તેને સાર એ આવ્યું કે “એકલો ઉપદેશ નહીં, પણ ઉપદેશને અનુરૂપ સામાજિક પરિસ્થિતિ પણ શું છે તે પણ જાણવી જોઈએ. તે ઉપરાંત ઉપદેશ પણ આચારની સાથે અને પરિસ્થિતિ સાથે બંધબેસતો આવે જોઈએ. નહીંતર વાણુને કંઈ પણ અર્થ સરતો નથી.
આજનો વિષય “ સામુદાયિક અહિંસા ” નો હતો અને તેથી અન્યાયના પ્રતિકારની છણાવટ પણ કાર્યક્રમ પ્રમાણે જ થઈ હતી. શ્રી. માટલિયાએ અનુબંધ વિચાર ધારાના મુદ્દા અંગે પણ સહે જ થોડી પ્રાથમિક બાબતો રજૂ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com