________________
૨૭
પ્રારંભમાં એકલા થઈને લડવાનું છે પાછળથી સમાજ કેળવાતાં નૈતિક બળ મળી શકે.”
ગોસ્લામી જીવણ ગારજીએ કહ્યું : “અનિષ્ટોનો પ્રતિકાર તે થવા જ જોઈએ. અન્યાય પીડિતોને આપણી એ જાતની નૈતિક હુંફ મળવી જોઈએ !”
બહેને પણ ચંચળ બહેન-સવિતાબહેન, હારમણિબહેન પણ સંમત થયાં કે સાચું સંઘબળ ખીલીને અનિષ્ટોનો સામનો થાય તો જ ઉપદેશ કારગત થઈ શકે. દેવજીભાઈનું કથન સાચું છે કે સંસ્થારૂપે થઇને કામ કરવું જોઈએ. એકલ દોકલ વ્યક્તિનું તે કામ નથી.
શ્રી. માટલિયાએ ચર્ચાના ઘાટ અંગે કહ્યું કે “પ્રશ્નને દરેક રીતે છણવ જોઈએ અને તેની બધી દિશા તપાસીને સૂચન કરવું જોઈએ ને તે વધારે અસરકારક બની શકે છે.
એક વાતને, ઘણી વાતો ઉપર આધાર રહે છે. પ્રકૃતિ સાથે તે સંબધ જેવો પડે. ભૂગોળ ઉપર પણ સમાજની પરિસ્થિતિને આધાર રહે છે. દા. ત. ઈચ્છવા છતાં ઉત્તર ધ્રુવના માણસો ઉઘાડા ન રહી શકે. એટલે ત્યાંની પરિસ્થિતિ મુજબ સમાજ ગોઠાવાવાને ખરે. તે ઉપરાંત માનવસમાજની ગોઠવણીનાં બીજા કારણ રૂપે માનવસમાજની
ટેકનિક” ઉપર આધાર રાખે છે. એટલે કે તેમનાં યોગક્ષેત્રનાં સાધને કેવાં છે? આજીવિકાનાં સાધને કેવાં છે. તે સાધન રૂપે સમાજનું સંગઠન બન્યું જશે. ટુંકમાં બીજું કારણ પરિસ્થિતિનું છે. તે ઉપરાંત અન્ય કારણમાં તેની ભૂતકાળની સંસ્કૃતિ કેવી છે તે પણ છે! અન્ય સંસ્કૃતિને પ્રભાવ પણ મહત્વપૂર્ણ કારણ છે. તે ઉપરાંત સમાજની પરિસ્થિતિને પલટો વ્યક્તિથી થતે હેઈ વિવેકવાળું વ્યક્તિત્વ હેવું જોઈએ કે જેને સંબંધ સીધે ચૈતન્ય સાથે છે. આમ આ ચારે ય પરિબળોને અનુબંધ થાય ત્યારે જ સમાજ બને. એટલે આજના સમાજને ઢાં જે ધરમૂળથી બદલવા જેવું લાગતું હોય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com