________________
૨૬૧
આવ્યાં નથી) અને નાના મોટા કાર્યકર્તા ભાઈ બહેને, સાધકસાધિકાઓને એમાં સહકાર છે. બ્રહ્મચારિણી પાર્વતીબહેન જેઓ સંન્યાસીની જેવાં છે, તેમણે સાધુ-સંન્યાસીઓ માટે જે ટકોર કરી છેઃ તેમને તે રીતે ટકોર કરવાનો અધિકાર છે. સાધુ-સંન્યાસીઓ જે જનતાની આટલી બધી શ્રદ્ધા અને ભક્તિ લઈને, ભિક્ષા અને વસ્ત્રો લઈને, જે સમાજને કશું યે ન આપે; ઊલટાં અંધ વિધાસો અનિષ્ટ ફેલાવવામાં નિમિત્ત બનતાં હોય તે જનતાની શ્રધા ક્યાં સુધી ટકી શકે? પણ હું પાર્વતીબેનને વિનવીશ કે તેઓ ભાગવત-રામાયણ વગેરે ધર્મગ્રંથોનું વાંચન કરી લોકોને ભકિતરસ ચખાડે છે તેની સાથે હવે જનતા જનાર્દનની ભકિત તરફ તેઓ વળે. આજે જગતમાં જે ભગવાન છે તે સૂતેલા ભગવાનને જગાડવા પડશે. અમે તેને સહકાર પણ ઈચ્છીએ છીએ.
સંત વિનોબાજીએ જનતાની સેવા માટે પગપાળા યાત્રા સ્વીકારી છે. તેમણે પોતાના દેશમાં અગત્યની વાત કહી છે કે આ શિબિરયોજના જનસેવકો અને સાધુસાધ્વીઓની વચ્ચે પુલની ગરજ સારશે. તેની અગત્યના કારણમાં અત્યારે ઊંડા નહીં ઉતરીએ. વિધવાત્સલ્યમાં મેં એ વિશે પણ લખ્યું છે. આજે જનસેવકો અને સાધુસંન્યાસીઓએ વિચારી લેવું પડશે કે હવે રાહતને જમાને ગયો. હવે તો લોકોમાં નૈતિક શકિત જાગ્રત કરવાની છે અને સમાજમાં જે અનિષ્ટો વધ્યા છે તેને પિતાનાં તપ-ત્યાગ-બલિદાનના કાર્યક્રમોથી દુર કરવા પડશે. સાધુ સંન્યાસીઓ કેવળ એવાજ કાર્યક્રમથી ટકી શકશે. સંઘર્ષ જોઈને તેનાથી દુર ભાગવાથી હવે નહી ચાલે. સાચી સાધના તે સંઘર્ષો વચ્ચે સમભાવે ટકી રહી, અનિષ્ટોને દૂર કરવાની છે.
આ એક ભગીરથ કાર્ય એ જવાબદારીને જાણવા, વિચારવા અને આચરણ કરવા માટે ઉપાડયું છે. એમાં શિબિરાર્થીઓ સિવાયનાં જે ભાઈઓ-બહેને નિયમિત આવશે તેઓ માત્ર સાંભળવાને લાભ લઈ શકશે. એકાગ્રતા માટે આ નિયમ જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com