________________
૨૬૦
ખેતાણું એ વાતના સાક્ષી છે. પણ આજે ૨૪ વર્ષ પછી આપણે સહચિંતન કરવા બેઠા છીએ અને તે પણ નમસ્કાર કે ખોટા વિનયવિવેકના આડંબર વગર; તે બહુ જરૂરી છે. ગોળાકારે બેસવાની ગોઠવણી એટલા માટે જ રાખી છે કે આપણે ખરા દિલથી મળીએ. મિલન તો થાય છે પણ આવા શિબિરોમાં હાર્દિક મિલન થવાં જોઈએ. એટલે કે ખુલ્લા દિલે વિચારોની આપલે થવી જોઈએ.
હું (સંતબાલજી) ગુરુ દેવ છું એમ ચંચળબેન ભલે માને, પણ ખરેખર તો હું હજુ ઘણું શીખી રહ્યો છું-શિષ્ય છું. મને ઘણું જ્ઞાન ગામડામાંથી મળ્યું છે. એક આદિવાસી ખેડૂત મને કહેવા લાગ્યો કે “બધું ચે અનાજ હું મારા ઘરમાં શા માટે સંઘરી રાખું? કેમકે વરસાદ તે જગતને માટે વરસે છે. આમાં જેગી, જતિ, સાધુ, સતી, કીડીકુંજર, પશુ-પંખી સૌનો ભાગ છે. હું એકલો એમના બધાને ભાગ રાખી જ કેમ શકું ?”
મને લાગે છે કે એણે ગીતાને જીવનમાં આચરી હતી. પણ, આજે એના એ જ ખેડૂતે ડોલરને પાક વાવવા લાગ્યા છે. પૈસા અને સંઘરા તરફ તેમની દૃષ્ટિ કરી છે. એટલા માટે જ ગામડામાં ખેડૂતોનાં નૈતિક સંગઠન કાર્યકરે સાથે સાંકળવા પ્રયાસ કર્યો અને રાજકીય ક્ષેત્રમાં રાષ્ટ્રીય મહાસભા સાથે જોડાણ સાધવા પ્રયત્ન કર્યા. તેમાં ભાલ નળકાંઠા ક્ષેત્રમાં દષ્ટિની બરાબર સફળતા મળી છે એટલે તે દેશવ્યાપી બને એવી મારી સહેજે ઈચ્છા છે. આ કામ સાધુ-સતિ ઉપાડી લે તે ખરેખર અદ્દભુત કાર્ય થાય. ઉપરનાં બધાં ક્ષેત્રોને જોડનાર અને દોરનાર, તેમ જ બધાની નૈતિક ચકી કરનાર અને નીતિધર્મનાં તત્ત્વને સાચવનાર સાધુ-સાધ્વીઓને આ વાત સમજાવી શકાય તે માટે આ શિબિરનું આયોજન કર્યું છે.
આ શિબિર કેવળ સંતબાલજીનો નથી. એમાં પ્રિય નેમિમુનિ, બે સાધ્વીશ્રીઓ (જેમણે આ શિબિરમાં આવવા 'સંકલ્પ કર્યો છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com