________________
૨૯
તરફ વધારે હોય એ સ્વાભાવિક છે. જે એ દોટને ટાળવી હોય તે સાધુ સંન્યાસીઓએ ત્યાગ અને સેવા કરનારાઓને આગળ લાવવા પડશે. આપણું સદ્ભાગ્યે એક સેવા મૂર્તિના મંગળપ્રવચનથી શિબિરનો શુભારંભ થાય છે.
હું હંમેશા કહ્યા કરું છું કે હવે ૧-૨-૩-૪એ ચારેય આંકડાને ભેગા રાખવા પડશે પણ તેમને ક્રમ ૪-૩-૨-૧એ રીતે રાખવો જોઈશે. સૌથી પહેલાં ચગડે એટલે પાયામાં આધ્યાત્મિક શક્તિ સંતની; તગડે એટલે નૈતિક શક્તિ લોકસેવકની, બગડે એટલે જન-શકિત તે લોકોની અને એકડે એટલે સંયમલક્ષી દંડશકિત તે રાજ્યની. આ રીતે આધ્યાત્મિક શક્તિના પ્રતિનિધિ સાધુસાધ્વીઓ પાયામાં રહેશે અને સમાજની નૈતિક ચકી રાખવા મંશે, તે અનિષ્ટોને પ્રસરતો અટકાવી શકશે. જનશકિતના સહકારથી નૈતિક સામાજિક દબાણ દ્વારા દંડશક્તિને પણ અંકુશમાં રાખી શકશે; અને અનિષ્ટોને પણ રોકી શકશે. જે સમાજનું કલ્યાણ કરવું હેય તે રાજ્યસત્તાની દંડશકિતને છેલ્લો નંબર જ આપવો પડશે અને
ત્યાગની શકિતવાળાને આગળ લાવવા પડશે. સાધુ-સાધ્વી શિબિર દ્વારા, સાધુસંન્યાસી વર્ગને સાધક-સાધિકાઓને અને જનતાને આજ ચાર અનુબંધવાળી વાત સમજાવવાની છે.
કેટલાક સાધુ-સાધ્વીઓના મનમાં એમ છે કે આ શિબિર સફળ થાય તે પછીના શિબિરમાં અમો આવશું. પણ આમ બધાંયે સાધુ-સાધ્વીઓ વિચારે તે સમાજનું કામ અટકી પડે. કોઈકે તે પહેલ કરવી જ પડશે. આજે સાધુસાધ્વીઓ સમાજના લોકોના નમસ્કાર જ લે છે. પણ સમાજ માટે ફના થવા માટે ભાગ્યેજ તૈયાર થતાં હોય છે. એટલા માટે જ મેં ૨૪ વર્ષ પહેલાં નમસ્કાર કરવાને વિરોધ કર્યો હતો. અમે સહ-સાધ્વીઓ જ્યાં સુધી એને પાત્ર ન બનીએ ત્યાં સુધી નમસ્કાર લઈને સમાજને છેતરવા ને બરાબર નથી. એ. ર્લભજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com