________________
૨૫૫
પૂ. ગુરુદેવે તે કમર કસીને સમાજને બદલવાની હામ ભીડી છે, શિબિરનું આયોજન કર્યું છે. જે શ્રેયાથી સાધકો-સાધિકાઓ કે સાધુ સાધ્વીઓ આમાં ભાગ નથી લેતાં તેમને પાછળથી જરૂર પસ્તાવો થશે.
મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોની સામે લડવા માટે શસ્ત્રો નહોતાં લીધાં, છતાં બધાયે ઉચ્ચ કોટિના રાષ્ટ્રપુરુષો આવી મળ્યા અને અહિંસક રીતે સ્વરાજ્ય લઈને જ તેઓ જંપ્યા.
ખરૂં સ્વરાજ્ય તે બાહ્ય નહીં પણ આંતરિક એટલે આત્માનું પિતાનું રાજ્ય છે. આપ સૌ ભાઈ-બહેને દૂર-દૂર ખેંચાઈને આ જાણવાજેવા માટે આવ્યાં છો કે આ શિબિરમાં શું શું થવાનું છે ? ખરેખર શિબિરમાં આત્મપ્રકાશ મળવાનો છે. ક્રાંતિની પ્રક્રિયા સમાજને બલવાની વિધિ વગેરે બધા જ વિશ્વપ્રશ્નો આમાં ચર્ચાશે. ક્રાંતિનાં બી આપણું સૌમાં પડેલાં છે. તેમને અંકુરિત કરવાની જરૂર છે. જેના મનમાં પ્રશ્ન ઉઠે છે તેને આ પ્રકાશ મળી શકશે. દી હેય તે જ દીવા પ્રગટાય.
આપણી બહેનોમાં આ પ્રકાશનાં મૂળ પડયાં છે. જૂના વખતમાં જગદગુરુ શંકરાચાર્યે પોતાની સાથે લંડનમિશ્રના શાસ્ત્રાર્થમાં મડનમિશ્રની પની સરસ્વતી દેવીને મધ્યસ્થી નીમ્યાં હતાં. તેમનામાં વિદ્વતા હતી. એટલે શંકરાચાર્યે તેમની આગળ પિતાનું માથું નમાવ્યું. ભગવાન મહાવીરના સમયમાં ચંદનબાળા અને મૃગાવતી જેવાં સાધ્વીઓ થઈ ગયાં. તેમણે સાધ્વી સમાજના માધ્યમ વડે સમાજને સાચે માર્ગ ચીખ્યો હતો. દેવી યશોધરાએ બાળક રાહુલ પાસેથી ભગવાન બુદ્ધને ભિક્ષા લેવા આવ્યા ત્યારે કહેવાયું કે “આપને વારસો આપ !” ભારતમાં જ્યારે આવી માતાઓ હતી ત્યારે ભારતની સંસ્કૃતિનાં કિરણો ચારે બાજુ પ્રસરતાં હતાં અને સમાજ તથા સંસ્કૃતિ ઉન્નત રહેતી હતી. શિબિર આપણું ભારતીય સંસ્કૃતિ અને સમાજને ઉન્નત બનાવવા માટેનું એક માતા કિરણ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com