________________
૨૫૬
શિબિરના સંયોજક પૂ. મુનિશ્રી સંતબાલજીનું પ્રવચન
બધાના મન ઉપર આ પ્રવચનોની સુંદર છાપ પડી હોય તેમ જણાતું હતું. ત્યારબાદ પૂ. મુનિશ્રી સંતબાલજીએ પિતાની મધુર વાણીમાં કહ્યું –
હું થોડીક વાતો આપની આગળ મૂકું તે પહેલાં એક અગત્ય વસ્તુની યાદ દેવડાવી દઉં ! આ એ જ સ્થળ છે જ્યાં ચોવીશ વર્ષ પહેલાં મેં અહીંથી વ્યક્તિગત ક્રાંતિ માટે મારું નિવેદન બહાર પાડ્યું હતું. તે વખતે જેનભાઈ અને બહેનને એમ લાગતું હતું કે સંતબાલજી આપણું મટી ગયા. આજે ફરીથી સામાજિક ક્રાંતિના સંદર્ભમાં આ સ્થળે સાધુ-સાધ્વી શિબિરને મંગળારંભ થયો છે અને તેમાં ઘણાં જૈન ભાઈઓ છે અને તેમને લાગે છે કે સંતબાલજી તેમના જ છે. એ તેમની ક્રાંતિ પ્રત્યેની ચાહના બતાવે છે જે સ્તુત્ય અને અનુકરણીય છે.
આ શિબિરને મંગળારંભ ગુજરાતના ઋષિ સમા મહાસેવક શ્રી. રવિશંકર મહારાજના મંગળ પ્રવચનથી થયો છે. રવિશંકર મહારાજ વર્ષો સુધી ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના પ્રમુખ રહીને આ સામાજિક ક્રાંતિના સાથી રહ્યા છે; અને આજે બહાર રહીને પણ વિધવાત્સલ્ય પ્રાયોપિક સંધ તરફથી યોજાયેલ આ પવિત્ર કાર્યમાં પોતાને હિસ્સો તેનું ઉદ્દઘાટન કરીને આપી રહ્યા છે તે જાણીને મને ખૂબ આનંદ થાય છે.
આમ તો આ શિબિર સાધુ-સાધ્વીઓને રખાયો છે. એટલે તમારી દષ્ટિ કેટલાક સાધુ-સંન્યાસીઓ શિબિરમાં જોડાયા એની ઉપર હશે. પણ, મારી દૃષ્ટિ માત્ર સંખ્યા ઉપર કે એકલા સાધુ-સાધ્વીઓ ઉપર નથી પણ આખા સમાજ ઉપર છે–સમાજ સેવક ઉપર છે. મીરાંબહેને હમણાં ભજન ગાયું હતું :–
આ ...આ ..ઊડીએ...! –એકલા ઊડવાથી કામ ચાલવાનું નથી. સમાજના દરેક અંગે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com