________________
૨૫૪
મહાત્માએ કહ્યું : “બહેન! તે વખતે હું જાતે ખાંડ ખાતે હતો, પછી છોકરાને નહીં ખાવાનું કઈ રીતે કહી શકું ! મેં હવે ખાંડ ખાવાનું છોડી દીધું છે અને મક્કમતા જળવાઈ રહી છે એટલે તારા દીકરાને આજે કહ્યું !”
જે આ રીતે આપણે સાધુસંતો જવાબદારી સમજીને તૈયાર થઈ જાય તો સમાજને ઉત્કર્ષ ઓછો નથી. ઉપદેશની અસર નિર્મળ ચારિત્ર્યથી જ થાય છે. આપણું સદ્ભાગ્યે પૂ. રવિશંકર મહારાજ, પૂ. સંતબાલજી, પૂ. નેમિચંદ્રજી જેવા ઉપદેશકો સાંપડ્યા છે. આવા સાચા સતિ પૈસા તરફ દષ્ટિ રાખતા નથી. સમાજ પાસેથી ઓછું લેવું અને વધારે આપવું એવી તેમની દષ્ટિ અને નીતિ હોય છે. આવા સંતોના પવિત્ર ઉપદેશથી વિધવા સલ્ય પ્રાયોગિક સંઘની જે ભાવના છે તે એક દિવસ જરૂર ફળશે; વિધવાત્સલ્ય પૂર્ણ થશે.
દરેક સંત આવા શિબિરને લાભ લે. આપણી સંસ્કૃતિ જે આજે બીમાર થઈ ગઈ છે તેને ફરીથી સ્વસ્થ બનાવવા માટે આવા સાધુસંતના શિબિરની ખાસ જરૂર છે.”
સાધિકાબહેન શ્રી. ચંચળબહેન ભટ્ટનું પ્રવચન ત્યારબાદ શિબિરાર્થી સાધિકા બહેન શ્રી ચંચળબેને કહ્યું –
સ્ત્રી અને પુરૂષ એ બને સમાજનાં અંગ છે. કોઈ એવો ચમત્કાર થાય અને બહેને ઊંચે ઊડી જાય તે શું થાય? અથવા ભાઈઓ ઉચે ચડી જાય તો શું થાય? બધાં જ વહેવાર અટકી પડે ! બહેનનું કહેવું છે કે ભાઈઓ સમ્મત ન થાય તો અમે શું કરીએ ? માણસમાં જે દૈવી સંપત્તિ ભગવાને મૂકી છે, ભલે તે ઓછીવત્તી હોય પણ એને વધારવાના ઉપાય તે પારમાર્થિક કામે જ છે; સ્વરાજ્ય આવ્યું પણુ આપણા રાષ્ટ્રની આંતરિક પરિસ્થિતિમાં વિશેષ પરિવર્તન થયું નથી.
એની જવાબદારી સમાજના અગ્રગણ્ય સાધુ સાધ્વીઓની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com