________________
૨૫૩
છે તેમાં બ્રાહ્મણ અને સંતોને એના મુખ કહ્યા છે. મુખ માત્ર બેલબોલ કર્યા કરે છે એની કોઈ કિંમત કરતું નથી. તે ઉપદેશ સિવાય તે દરેક અંગને ખોરાક લઈને પહોંચાડે છે એ મુખ જે દરેક અંગને ખોરાક નહીં પહોચાડે તે કઈ એના હુકમનું પાલન કરશે નહીં. શરીરનું કોઈ અંગ બીમાર પડે તે મુખને કડવી દવા પીવાની ફરજ પડે છે. તાવ આવ્યો હેય તે કડકરિયાતું પીવું પડે છે. શરીરને તાકાતવાન બનાવવાની ફરજ મુખની છે.
એટલે જ સાધુ સતેને નેતા અને સુખી બનાવ્યા છે. ઉપદેશકોની જગ્યાએ તેમને સ્થાપ્યા છે. પ્રથમ તેઓ જ્ઞાનામૃતનું પાન કરે, સત્યનું ભજન કરે; પછી તે સમાજને આપે. માત્ર શ્રીમંતો કે રાજાઓને જ નહી પણ, પતિતા, ત્યક્તાઓ અને ડાકુઓ સુદ્ધાને એમણે સદ્દઉપદેશ આપવા જોઈએ. ખોરાક પેટને આપ્યા પછી જ તે પિતાનું પાચન કાર્ય કરી શકે પણ ખોરાક જ ન મળે તે પેટ શું કરે ?
આજે સમાજ શિસ્ત રહિત છે કે તે અધર્મનું આચરણ કરે છે. તે મારી નમ્ર મતિ પ્રમાણે તેની જવાબદારી સાધુસંત ઉપર જ છે. જ સમાજને, તેના મુખ રૂપી સંત પૂરી તાકાત કે ખોરાક પહોંચાડે તે સમાજના બાળકોને મનોરંજન મેળવવા સિનેમામાં શા માટે જવું પડે ? હંમેશા પોતાનાં જીવનમાં હોય તેની અસર થાય છે.
એક બાઈને દાખલ પ્રસિદ્ધ છે કે તે પોતાના દીકરાને મહાત્મા પાસે લઈ ગઈ. તેણે કહ્યું: “મહારાજ અને ખાંડ ખાવાનું છોડી !”
મહાત્માએ કહ્યું : “આઠ દા'ડા પછી એને મારી પાસે લાવજો”
બાઈ આઠ હાડા પછી મહારાજ પાસે ગઈ. મહાત્માએ કહ્યું બેટા કાલથી ખાંડ ખાઈશ નહીં !”
બાઈ બોલી : મહારાજ! આ તે તમે તે દિવસે પણ કહી શકતા હતા. નકામે ધકકો ખવડાવ્યો ને!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com