________________
૨પર:
આપણે આશા કરીએ છીએ અને શુભ કામના સાથે હિત ભાવના પ્રગટ કરીએ છીએ કે આ આયોજન સફળ થાય અને અહીંથી પવિત્ર અને ચારિત્ર્યવાન સાધુ-સાધ્વી પિતાના લક્ષ્યની સાથે બીજાને પણ પવિત્ર જીવન ગાળવાની પ્રેરણા આપે.” વિદુષી બ્રહ્મચારિણી બહેન શ્રી પાર્વતી બહેનનું પ્રવચન
નરનારાયણ મંદિરવાળા બ્રહ્મચારિણી વિદુષી બહેન શ્રી. પાર્વતીબહેન અહીં પધાર્યા હતા. તેમણે પોતાના ભાવ ઉગાર કાઢયા –
સાધુ-સાધ્વી શિબિરના ઉદ્દઘાટન પ્રસંગે પૂ. શ્રી. સંતબાલજીએ મને આમંત્રણ આપી ઉપકૃત કરી છે. આજે મારે જે કહેવું જોઈએ તે પૂ. રવિશંકર મહારાજ કહી ગયા છે.
આપણું સદ્ભાગ્યે આજે એક પરબનું અહીં ઉદ્દઘાટન થઈ રહ્યું છે. ઉનાળામાં ઠંડું પાણી પીવા માટે લોકો પરબ બંધાવે છે તેવી જ આ જ્ઞાન પરબ છે. એમાંથી ભાગ્યશાળીઓ જ્ઞાનામૃત પીશે અને લાભ લેશે. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘે આ શિબિર રૂપી જ્ઞાન-પરબ ગોઠવીને મુંબઈ નગરીની ઉપર એક મોટો ઉપકાર કર્યો છે. સાધુસંતો પાસે જે કંઈ મૂડી છે અથવા આ શિબિરથી ભેગી થશે તે સમાજકલ્યાણમાં વાપરવા માટે છે. કહ્યું છે કે –
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः । स्वयं न खादंति फलानि वृक्षः ॥ नाडदंति सस्यं खलु वाहिवाहा :
परोपकाराय सतां विभूतिय :"
–સંતોની પાસે જે વિભૂતિ, જ્ઞાન કે સંપત્તિ છે તે જગતના કલ્યાણ માટે છે. ઉત્તમ જ્ઞાન જે સંતોએ સંઘરી રાખ્યું છે તે તેમણે -સમાજને આપવું જોઈએ.
ઉપનિષદમાં સમાજરૂપી જે વિરાટ પુરૂષની કલ્પના કરવામાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com