________________
ર૫૧
અને કોઈપણ પ્રકારને મતભેદ નથી. બધા માને છે કે માણસે પવિત્ર થવું જોઈએ અને તેના જીવનમાં વહેવારિક શુદ્ધિ હેવી જોઈએ. આ અંગે પ્રાચીનમાં પ્રાચીન અને નવીનમાં નવીન બધા સર્વ સમ્મત છે. દેશની વિશેષતાએ તેમાં કોઈ ફરક પડતો નથી. બધા દેશ, જાતિ કે સંપ્રદાયવાળાઓ તેને ચાહે છે. બધાને તે ઈષ્ટ છે.
આ જે આયોજન કરવામાં આવ્યું છે, તે બધા માટે લાભદાયી તો છેજ. ખાસ કરીને જેમણે વિશે ઉદ્દેશ્યથી સાધુજીવન સ્વીકાર્યું છે તેમનામાં પવિત્રતા આણવા માટે તે ઉપયોગી થશે અને તેથી સમાજ પણ પવિત્ર બનશે.
એકવાર એક સજજન કયાંક ભજન કરવા માટે ગયા. ત્યાં બેસવાની જગ્યા ગંદી હતી. પાસેજ સાફ કરનારી સધી ઊભી હતી. તેમણે તેને કહ્યું : “આ જગ્યા સાફ કર !”
જગ્યા આરસપાની હતી અને સાફ કરનારી સ્ત્રીએ એક ગંદા કટકાથી તેને સાફ કરવા લાગી. પરિણામે તે વધારે ગંદી થઈ ગઈ. તે સજજને ત્યારે કહ્યું: “બાઈ, પહેલાં કપડાંને સાબુથી ધોઈ નાખ અને પછી આશાને સાફ કર !”
આ વાર્તાથી એ પ્રેરણું મળે છે કે સમાજસેવા કે સમાજ-સુધારનું કામ કરનારનું ચારિત્ર, તેમનું ચિત્ત અને તેમને વહેવાર તે વધારે શુદ્ધ અને પવિત્ર હેવાં જોઈએ. સાધુજીવન પવિત્ર હોય તે તે પિતાના લક્ષ્યની પૂર્તિમાં સહાયક બને જ છે. બીજાની લક્ષ્યની પૂર્તિમાં પણ તે સહાયક બને છે.
આ આયોજન બીજાના ભલા માટે અને લોક-પરલોક માટે હિતકર છે. આમાં મનુષ્યના સ્વતંત્રતા વગેરે જે ગુણો છે તેનું મૂળ પ્રક્ષાલન થાય છે. તેના સ્વરૂ૫ ઉપર જે આવરણ પડ્યું છે તે દૂર થાય છે. માનવ ઉન્નતિના પંથે અગ્રસર થાય છે. આ જ દ્રષ્ટિબિંદુએ આ આયોજન કરવામાં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com