________________
ખરેખર માણસને એ ખ્યાલ નથી કે કુદરતે અથવા નિગમૈયાએ તેને સ્મરણશકિતની કેટલી વિશિષ્ટ શકિત આપી છે? તેને વિકસાવી શકાય છે અને આગળ વધી શકાય છે. તેના બદલે એ લોકો ભગના ભરોસે કે દેવી ચમત્કારના આશરે બેસી જાય છે અને એને અકર્મય બની જાય છે. તેમને દરેક અસાધારણ ઘટનામાં દૈવી સંકેત નજરે પડે છે. તેઓ જડ પદાર્થોમાંથી ઉત્પન્ન શકિત અંગે પણ એવી જ કલ્પના કરી લે છે. તેઓ નિસર્ગે આપેલી આ તેમ જ એવી બીજી શકિતઓને વિકાસ કે અનુભવ કરતા નથી અને પિતાની કિંમતી જિંદગીને નાથવાન ક્ષણિક પદાર્થો મેળવવા પાછળ ખચ દે છે. તેમને અંતઃકરણની આ શકિતઓને અનુભવ નહીં હોવાથી તે બાહ્ય શક્તિઓને ઘણું મહત્વ આપી તેની પાછળ ફાંફાં મારતા હોય છે.
દરેક માણસમાં સ્મરણ શક્તિ છે, તે નિસર્ગ તરફથી મળેલી છે. અણુરૂપે છે. તેને વિકાસ કરવામાં આવે છે તે આખા પરમાણુ વિશ્વને આવરી શકે છે. આ વિકાસ કરવાની તક કે અધિકાર નિસર્ગ જીવાત્માને આપી દીધું છે. તેને પુરૂષાર્થ કહેવામાં આવે છે. આ પુરૂષાર્થ પ્રગટ છે ત્યારે ભાગ્ય ગુપ્ત છે. તેથી પુરૂષાર્થને પ્રગટાવી શકાય છે તે નિશ્ચિત છે અને સ્પષ્ટ છે. કેટલાક માણસે ભાગ્યને આધારે બેસી રહે છે તે નકામું છે. પુરૂષાર્થથી ભાગ્ય પ્રગટી શકે છે. એ દિશામાં ખરો પ્રયત્ન થવો જોઈએ. ખાસ કરીને સ્મૃતિ વિકાસ માટે ભાગ્યને હાથ દઈને બેસી શકાતું નથી.
જે વ્યક્તિ સ્મરણશક્તિના વિકાસ માટે પુરૂષાર્થ નથી કરતા તેની સ્મરણશકિત કટાયેલી તલવાર જેમ નકામી થઈ જાય છે, જેમ જમીનમાં દટાયેલે ખજાના કામમાં ન આવે તેમ તે બિનઉપગી બને છે. માણસને જે પિતાની રૂચિને ખ્યાલ (સ્કૃતિ) હેય તો તે આતવિકાસ અવશ્ય કરી શકે છે. તે સાધ્ય છે. અ-સાધ્ય નથી.
મહાકવિ કાલિદાસ એટલે મૂખ હતો કે જે ડાળી ઉપર બેઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com