________________
હતે તેને જ કાપતો હતો. પણ તેણે પ્રયત્ન શરૂ કર્યો અને આગળ જતાં તે સંસ્કૃતને કવિ શિરોમણિ ગણાય.
જે લોકો આ વાત નહીં સમજીને પિતાની જીવન યાત્રામાં દીનઃ હીન કે પરાધીન ભાવના લઈને ચાલે છે અને પોતાની સ્મૃતિ વિકાસને પ્રયત્ન કરતા નથી તેઓ પાછળ રહી જાય છે. પણ જેઓ તેને યોગ્ય વળાંક આપીને આગળ વધે છે. તેઓ મહાન બની શકે છે.
સુંદર સ્મૃતિ અસરકારક વ્યકિતત્વનું એક મુખ્ય અંગ પણ છે. આવા વિકાસ માટે વધારે પ્રયત્નની જરૂર પડતી નથી. તે માણસના પિતાના હાથમાં છે. તેને વિકાસ વ્યકિતત્વનો વિકાસ છે. તેથી દરેક
વ્યકિતએ તે કરવું જોઈએ. સાધકોએ અને સંતોએ તો તે બાબતમાં જરા પણ બેદરકારી ન દાખવવી જોઈએ. સ્કૃતિ વિકાસ કેવી રીતે?
સ્મૃતિ-વિકાસ બે રીતે થાય છે પૂર્વ સંસ્કારોથી અને વર્તમાન અભ્યાસથી. આ બન્નેમાં પારસ્પરિક સંબંધ છે. કેટલીક વ્યક્તિઓમાં પૂર્વ સંસ્કારના કારણે નિમિત્ત મળતાં જ સ્મૃતિ વધારે જોવામાં આવે છે આવા વિકાસમાં વધારે પ્રયત્નની જરૂર પડતી નથી. આ અંગે આપણે જૈન ઉપાધ્યાય યશોવિજયજીના નાનપણને દાખલે લઈએ :–
અમદાવાદની એક પોળમાં એક બાઈ ત્રણ દિવસથી ભૂખી હતી. તેને એવો નિયમ હતો કે જ્યાં સુધી હું “ભક્તામર સ્તોત્ર' નહીં સાંભળું ત્યાં સુધી ખોરાક નહીં લઉં. તેને આવતું નહીં એટલે ઉપાશ્રયે જઈ ગુરુજીના મઢે સાંભળતી હતી. શ્રાવણને ધોધમાર વરસાદ ત્રણ દિવસથી પડતો હેઈને તે ઉપાશ્રયે જઈ શકી નહીં. તેમાં તેની તબિયત લથડી હતી.
ઉપવાસને ચોથે દિવસ હતો. પિતાની માને કાંઈ પણ ન ખાતી જોઈને તેના સાત વરસના દીકરાએ તેને કહ્યું: “બા ! તું ત્રણ દિવસથી કેમ ખાતી નથી! તને શું દુઃખ છે ? તું નહીં ખાય તે હું પણ આજે નહીં ખાઉં !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com