________________
કેટલાક લોકો એવી ફરિયાદ કરતા હોય છે, કે અમને યાદ રહેતું નથી અગર તો અમને એ વસ્તુ યાદ રહેશે નહીં, કે અમારામાં સ્મરણ શકિતનો અભાવ છે, તે તે તેમની ભ્રાંતિ છે. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્મૃતિ વગરનાં નથી. દરેકમાં ઓછાવત્તા અંશે સ્મૃતિ રહેલી જ હોય છે. તેઓ સામાને જોઈને કહે કે “આપણે આટલા વર્ષો પહેલાં મળ્યાં હતાં અથવા તમે ફલાણુના દીકરા ને?” આ બધી બાબતો સ્મૃતિની છે.
આ સ્મરણશકિત વેર-વિખેર થઈ જતાં તદ્દન મર્યાદિત બની જાય છે, તેનામાં ઉણપ આવી જાય છે. સ્મરણશક્તિને સંગઠિત કરીને તેને વિકાસ સાધવામાં આવે છે તે ચમકારે સર્જી શકે છે. તેનો પ્રવાહ અલગ-અલગ દિશાઓમાં વહી જતાં જ તેનું બળ ઓછું થઈ જાય છે. જરૂર એ છે કે તેને વિકાસ પ્રારંભથી અને ખરી દિશામાં થાય.
સ્મૃતિને વિકાસ બાળક ગર્ભમાં આવે ત્યારથી થઈ જાય છે. ગર્ભમાંથી બહાર આવ્યા બાદ બાળક થોડા વખતમાં ઘણું શીખી લે છે. જેમ જેમ તે મોટું થતું જાય છે તેમ તેમ તે મા, બા, મામા, બાબા, બાપા વગેરે શબ્દને ગ્રહણ કરતું જાય છે. ઘણીવાર તે તે આસપાસમાં રહેતા જેટલા પ્રકારના લોકો હોય છે તેટલી ભાષા બોલે છે. મુંબઈ જેવા શહેરમાં નાનું બાળક ગુજરાતી, મરાઠી, હિંદી વગેરે ભાષા ઘણી સરળતાથી બોલતાં શીખી શકે છે. હમણું જ છાપામાં આવ્યું હતું કે એક અઢી વર્ષનું બાળક એક પુસ્તકાલયમાં ઘણું પુસ્તકે એક સાથે વાંચી ગયું હતું. નાનું બાળક નાનપણથી એકીટશે જેતું હોય છે; ધ્યાનથી સાંભળતું હોય છે. અને ઘણી બાબતોને ગ્રહણ કરતું હોય છે, કારણ કે સ્મૃતિનો સંબંધ અનંતયુગને સાથે હોય છે. જન્મથી જ “મરણુપર્યત સ્મૃતિ વિકાસનું કાર્ય ચાલુ જ હોય છે. આજે ઘણા વાલીઓ એમ માને છે કે છોકરે નહીં ભણે તે ઠેઠ રહી જશે પણ વાલીઓને એ ખ્યાલ આવે કે ઘણીવાર સ્કુલના ઠેઠ નિશાળીયાઓ જગતના મહાપુરુષે થઈ શક્યા છે. તે તેમના સ્મૃતિ વિકાસને આભારી છે તો તેમની એ ભ્રમણું ભાંગી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com