________________
૨૪૮
तद्विद्धि प्रणि पातेन परिप्रभेन सेवया
–એટલે કે વિજ્ઞાન મેળવવા માટે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા દ્વારા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ પાસે જવું જોઈએ. આજે તે ઘણામાં પ્રશ્ન મૂકવાની આવડત નથી. ઘણા તો એમ માને છે કે પ્રશ્ન પૂછવા જઈશ તો લેકો કહેશે તારી પાસે ઓછું જ્ઞાન છે! પણ, ખરેખર પોતાના કોઠામાંથી ખોળી કાઢેલા પ્રશ્નો પૂછી જે જ્ઞાન મેળવાય તે જ ખરું જ્ઞાન મેળવી શકાય છે. કોઠાજ્ઞાન વગર જ્ઞાન અંદર ઊતરતું નથી. જગ્યા નહીં હોવાથી એ જ્ઞાન તો ભર જાય છે પણ તે દાખલ થતું નથી. તેનાથી કર્મ સિદ્ધ થતું નથી અને તે આચરણમાં મુકાતું નથી. પરિણામે તે લોકો માટે સ્વીકાર્ય અને ભેચ્ય બનતું નથી. દરેક વસ્તુના અનેક પ્રશ્નો હોય છે. દા. ખ. ખાવું શા માટે? પીવું શા માટે ? પહેરવું શા માટે ? એવા પ્રશ્નો વિવેક વડે ઉકેલી શકાય!
એક છોકરે મને મળ્યો હતો. તે સિનેમા જેવા જતે હતે. મેં પૂછ્યું: “અલ્યા ! સિનેમા શું કરવા જેવા જાય છે !”
તેણે કહ્યું : “સિનેમા જોવા ન જાઉં તે જ્ઞાન ક્યાંથી મેળવું ?” સમાજમાં સિનેમા સિવાય અન્ય સ્થળે સાચું અને ઉમદા જ્ઞાન નહિ મળતું હોય તે બાળકો એ રસ્તે જાય. એમાં જવાબદાર કોણ? ગુરુઓની જ, સાધુ-સંતની જ એ જવાબદારી ગણાય. જ્ઞાન સાથે તેવું કાર્ય ન હોય તે સાધુ-સંન્યાસીઓની અસર શી રીતે થઈ શકે ?
ગીતામાં કર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “ભૂત-છની અંદર જે ભાવે છે તેને ઉદ્ભવ કરી વિસર્ગ કરે તેનું જ નામ કર્મ છે. સમાજમાં જે સાચા ભાવો પડ્યા છે એને પ્રગટ કરવાનું કર્મ સાધુ-સંતનું છે. આ બધાની ચોકી કરવાનું કામ પણ એમનું જ છે. તે માટે આપણે ખૂબ જ જોખમ ખેડવું પડશે. બીજે ભૂલ કરે તો નુકશાન થોડું છે. પણ સાધુસંતો ભૂલ કરે તો તે ભૂલ કેટલા ગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com