________________
ર૪૯
મોટી છે? સાધુ સાધ્વીઓ તે સમાજને જગાડનાર છે. તેઓ જ ઊંઘી જાય તે કામ પતી ગયું?
આજની, સમાજની આવી વિકટ પરિસ્થિતિમાં સાધુ પુરુષ અને સાધક-સાધિકાઓ ભેગાં થાય છે ! તે આ કામમાં ખપ લાગશે એવી આશા રાખું છું. આમાં કોઈ નાના મોટા નથી. ઈશ્વરે સર્વેને સરખા સર્યા છે. જ્ઞાન બધામાં રેડ્યું છે. બધાં કામો કોઈ એક માણસ કરી શકતો નથી. જે કામ જેને ફાળે આવે તેને તે કામ જવાબદારી પૂર્વક પૂરું કરવાનું છે. બધાય ભેગા મળીને એકબીજા સાથે વિચાર વિનિમય કરે અને ચાર માસમાં જે સાંભળ્યું હોય તે ભાતું મેળવી પ્રયોગ કરે.
મુનિશ્રી સંતબાલજી મ.ને હું ખૂબજ ઋણી છું. એમણે પહેલાં પ્રયોગ કરીને વિચારો સિદ્ધ કર્યા છે.
શિબિરાર્થી ભાઈ-બહેને કથાની પેઠે માત્ર સાંભળી ન રહેતાં. જેમ કથા સાંભળવાથી કાન પવિત્ર થાય છે, પણ શરીર જે એમને એમ રહી જાય તે સંસારનું સર્જન સારું થતું નથી.
માતાઓને મારી વિનંતિ છે કે તમો સૃષ્ટિનું સર્જન કરો છો. એટલે ભલે તમે ચેપડીઓ નહીં ભણ્યા છે પણ બાળકોમાં સુટેવ પડે. માત્ર ચોપડી ભણેલાઓને આપણે નમતા નથી. જેમનામાં સુટેવે હોય તેમને નમીએ છીએ. સુટેવો ધમકાવીને, દબાવીને કે મારથી નહીં પાડી શકાય. પણ અમુક સુટેવાને યાદ દેવડાવીને નાખી શકાશે. બાળકને મોટું કરવાનું કામ તો ભગવાનનું છે પણ તેને ઘડવાનું, ઉછેરવાનું કામ તમારા હાથમાં છે. માટે અત્રે સાંભળવા આવનાર બહેને પણ સાર સાર ખેંચી લેજે. ભગવાનને હજારો હાથ છે. આપણે ભાગે જેટલું થોડુંક આવ્યું છે તેને સાચવવાં અને બાળકમાં સુટેવ પાડને ઉછેરવાં એટલું કરી ચૂકીએ તે ઘણું છે. બાકી બધુંયે ભગવાન સંભાળી લેશે. તેમનાથી ભગવાન ન બની શકાય.
આજે માતાઓની ફરિયાદ પણ એવી જાતની આવે છે કે અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com