________________
૨૭.
શાંતિ ખાશે. લોકો જ્યારે એમ વિચારે છે કે બધામાં મારો ઉદય છે. ત્યારે તે પણ બધામાં આવી જાય છે. સર્વોદય પાત્રમાં એટલા માટે જ ઘરનાં નાનામાં નાનાં બાળકની મૂઠીની વાત કહેવામાં આવે છે. નાના બાળકમાં ઘરમાં બધાને સમાવેશ થઈ જાય છે. એટલે નાનામાં નાની વાતોને ન ભૂલાય એ રીતે સુટેનું સતત સ્મરણ કરનાર શાંતિ સૈનિકે છે. આવા શાંતિસેનિકોને જગાડવા માટે ખરા સાધુ-સાધ્વી છે. તેઓ એવા શાંતિસેનિકોને સતત યાદ અપાવતા રહે કે “તમે સર્વોદયના પાત્ર (યોગ્ય) બનીને અશાંતિ શી રીતે કરી શકો ?'
–અહીં જ સાધુ-સાધ્વીની જવાબદારી સવિશેષ છે. આજે સાધુ સાધ્વીઓએ સતનો વિચાર કરી પિતાને સ્વાંગ બલવો પડશે. તેમણે સને વિચાર કરી જાતે સુટેવો પિતાના જીવનમાં પાડી બીજાને પડાવવી પડશે. તે માટે આ શિબિર ગોઠવાઈ છે.
આજે મને અહીં આવીને ખૂબ જ આનંદ થાય છે. આ શિબિરમાં જે કે સાધુ-સાધ્વીઓ બહુ જ ઓછાં નજરે પડે છે પણ જે સાધક-સાધિકાઓ આવ્યાં છે તેઓ પણ પોતે યથાર્થજ્ઞાન માટે પ્રયત્ન કરશે એવી આશા રાખું છું. શ્રેષ્ઠ સાંભળવું અને શ્રેષ્ઠ આચરવું એ બે વાતે, શિબિરાર્થીઓના જીવનમાં ઊતરશે તે ખરેખર તેઓ સમાજમાં તેને આચરાવી શકશે.
જ્ઞાન થયા પછી કર્મ થાય છે અને જ્ઞાનયુક્ત કર્મમાંથી જે જ્ઞાન નિકળે છે તે વિજ્ઞાન કહેવાય છે. આપણે આ શિબિરમાં એવું વિજ્ઞાન મેળવવું પડશે. ગામઠી ભાષામાં કોઠા જ્ઞાન કે જેને હૈયા ઉકલત કહી શકાય તે આ વિજ્ઞાન છે. તે વિજ્ઞાન પુસ્તકો વાંચીને નહીં થાય પણ પિતાના ઠામાંથી જે પ્રબો ઉદ્ભવે, જે પ્રશ્નો ચર્ચાય અને છેલ્લે પ્રશ્નોની પરીક્ષા કરે, ગણિત પણ તેમાંથી જ પરિણામે, ગણિતના દાખલા વિધાર્થીઓ પોતે જ કરે છે, પણ તેને તાળો મેળવવા માટે પૂછવા જાય છે. ગીતામાં કહ્યું છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com