________________
૨૪૫
ઘડવામાં તેને સાંધું બનાવવું જોઈએ; ખપનું બનાવવું જોઈએ. શરીરને સવું બનાવવા માટે શું કરવું જોઈએ. શરીર લાંબા ગાળા સુધી ચાલે એ રીતે કરકસરથી શરીરને ટકાવવું જોઈએ. પણ શરીરને લાંબુ ટકાવવા માટે તેને મોહ ન કેળવવો જોઈએ. તે ખપ પૂરતું સારા કામમાં ઘસાવું જોઈએ. તે અંગે યથાર્થ જ્ઞાન હોવું જોઈએ.
આજે જ્ઞાન ખૂબજ વધતું જઈ રહ્યું છે. કોલેજમાં ઘણું વિદ્યાર્થીઓ જાય છે પણ એ દુઃખદ બીના છે કે જેમ જેમ તેઓમાં જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તેમનું શરીર થતું જાય છે. શરીરને બહારથી રૂપાળું બનાવવા માટે ઘણી માથકૂટો થાય છે. બાહ્ય સાધનને ઉપયોગ કરવામાં આવે છે. તેથી શરીર સુંવાળું બને છે અને સુંવાળી વસ્તુ લાંબી ટક્તી નથી તેથી તે બીજાને તો કામ આવતું નથી પણ પેટને ઘણી વાર ભાર રૂપ લાગે છે. આ કેટલી ભયંકર વસ્તુ છે? શરીર પિતાને ધર્મ ન ચૂકે ત્યારેજ લાંબું ચાલી શકે.
મહાત્મા ગાંધીજીનું શરીર બહુ સેધું હતું. તેમને શરીર પાસેથી કામ લેવું હતું. જ્યારે એ ખપમાં ન આવે એવું તેમને લાગત તો તેઓ એને ન રાખત. તેમને એના ઉપર જરાયે મેહ ન હતો. ઊલટું તેને કસીને કામ લાયક રાખતા. શરીરનું સાચું રૂપ તે એ છે કે તે સક્રિય રહેવું જોઈએ. તે માટે તે થાકે નહીં ત્યાં સુધી કામ કરવું જોઈએ. શરીર જેટલું સ્વધર્મનું પાલન કરે છે તેટલું જ રૂપાળું દેખાય છે. શરીરના બધા અંગે શ્વાસોશ્વાસની જેમ કામ કરતા જાય અને ખબર ન પડે ત્યારે જ શરીર સ્વધર્મી કહેવાય.
આપણું શરીરના ચાર ભાગ છે. પહેલું માથું તે ચિંતનનું કામ કરે છે. બીજો ભાગ હાથ છે તે શરીરના દરેક અંગનું રક્ષણ કરે છે. ત્રીજો ભાગ પેટ છે તે શરીરના દરેક અંગને ખોરાક વહેંચી દે છે. ચેથે ભાગ પગ છે એના ઉપર આખા શરીરને ભાર છે. આપણે એ ચારેય ભાગોને સુટેવથી ઘડવા જોઈએ. સુટેવથી આપણને જ્ઞાન પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com