________________
ર૪૪
ટેવ સાથે જ્ઞાન મળતું નથી. એટલે તે ટેવો ધીમે ધીમે સુટેવો હોય તે પણ બદલાતી જાય છે.
એક વખતે હું વાંસના જંગલોમાંથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે જંગલમાં કેટલાંક ઝૂંપડાં બાંધેલા જોયાં. વાંસ ૮૦ ફુટ ઊંચા હતા છતાં ત્યાં તેમની પાસે મેં આંબા જોયા.
મને આશ્ચર્ય થયું અને ત્યાંના લોકોને પૂછયું : “આ આંબા કોના છે ? સરકારી કે તમારા ? એ આંબાને સાચવશે કોણ”
તેઓ મારી ભાષા પૂરી રીતે સમજ્યા નહીં હોય. એટલે તેમણે કહ્યું, “ કેરી સચવાય નહીં એને તો ખવાય ? ખાધા પછી ફરીથી કેરી આવે છે!”
એ લોકો એમ માનતા હતા કે આંબાને સાચવનાર અમે કોણ? ને તે ભગવાન છે. આપણે તેમને સત્યવાદી કે અપરિગ્રહી કહીશું? નહીં, કેમકે એમને એવી ટેવ છે ખરી; પણ તેઓ જ્ઞાની નથી. એટલે સુટેવોનું વિવેકસર આરે પણ તેમનામાં થતું નથી. એટલે આ શિબિરમાં સમાજની સુટેવોને મજબૂત કરવા કરાવવા માટે વિચાર-વિનિમય થશે. ઉપનિષદની ભાષામાં કહું તો “જ્ઞાતું દ્ર પ્રવૃતઃ” એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે સુટેવો પાડવાનો ક્રમ નક્કી થશે.
સંત વિનોબાજીએ એક વખત એક સુંદર વાત કરી કે દુનિયામાં સાચું સુખ શેમાં છે ? શાંતિમાં. શાંતિમાંથી જ સાચું અને ચિરંજીવા સુખ મળી શકે છે. હવે એ શાંતિનો વધારે શી રીતે થાય? તો એમણે કહ્યું, “જ્ઞાન અને કર્મની જેડીથી આપણી પાસે કઈ વસ્તુ છે તે શોધવું તે જ્ઞાન છે, પછી એને સારામાં સારે ઉપયોગ એનું નામ કર્મ છે.”
આપણી પાસે મોટામાં મોટી વસ્તુ શરીર છે, તેને નહીં પણ તેના માલિક આત્માને શાંતિ જોઈએ છે. પણ શરીરને માલિક તે શરીરને તે રીતે ઘડે નહીં તો શાંતિ ક્યાંથી આવી શકે સૌથી પહેલાં શરીરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com