________________
શકાય જ્યારે જોયેલી, સાંભળેલી, વાંચેલી કે વિચારેલી વસ્તુને સમ્યક રીતે અને સમયસર પાછી જ્યારે જરૂર પડે ત્યારે તરત કહી શકાય. એ ત્યારે જ થઈ શકે જ્યારે વિષયનું ગ્રહણ ધારણ કે ઉદ્દબોધન (પુનઃ સ્મરણ) વ્યવસ્થિત રીતે થાય. આને એ રીતે પણ કહી શકાય કે ધારણુ શક્તિનું ઉદબોધન કરીને બહાર લાવવાનું નામ જ સ્મરણ શકિત છે. બીજા શબ્દોમાં વિચારીએ તે ગ્રહણશક્તિ, ધારણશકિત, નિર્ણયશકિત, નિરીક્ષણશક્તિ પરીક્ષણશકિત અને ફુરણશકિત વગેરે બધી શકિતઓનું ઉદગમ સ્થળ સ્મરણ શક્તિ છે, તેને સૂર્ય કહી શકાય તે આ બધી શકિતઓને તેનાં કિરણે રૂપે ગણું શકાય. સ્મરણશકિત આત્માની અનંત શકિત પૈકી એક વિશિષ્ટ શક્તિ છે. શરીરમાં આત્મા હોય ત્યાં સુધી જ એ સંભવે છે. ચેતન ચાલી જતાં તે પણ ચાલી જાય છે. સ્મૃતિ-વિકાસ એટલે?
આવી અનંત શકિતશાળી વસ્તુ સ્મૃતિ છે અને તેની સ્મૃતિનો ફેલાવો કરવો, વ્યાપક બનાવવી, શુદ્ધ અને સતેજ બનાવવી, એનું નામ સ્મૃતિ-વિકાસ છે. સ્મૃતિને વિકાસ કરવા માટે અલગ અલગ યુગમાં શોધાયેલ અનેક માર્ગો છે; અસંખ્ય પ્રક્રિયાઓ છે. આ બધા અંગે કોઈ એક વ્યકિત વિશેષ, એક યુગમાં વિચારી શકે જ નહીં, તે બધાંને એક સાથે પ્રયોગ પણ એક વ્યક્તિના જીવનમાં અશકય છે. તે છતાં ટુંકમાં આ મુદ્દા અંગે તેમ જ એના કેટલાંક મુખ્ય માર્ગો અને પાસાંઓ ઉપર છણાવટ કરતાં યથાર્થ સ્મૃતિ-વિકાસ કોને કહેવાય? તેને ખ્યાલ આવી શકશે.
સ્મૃતિ અંગે જોયું કે તેમાં ધારણા મુખ્યત્વે છે. ત્યારે કોઈપણ વસ્તુની સ્મૃતિને મગજમાં સ્થિર રાખીને તેનું ઉદબોધન કે સમયસર પુનઃસ્મરણ થવું; એ સ્મૃતિ-વિકાસ થયો કહેવાય. સ્મૃતિની ખિલેલી એ અવસ્થા-વિશેષને વિકાસ ગણી શકાય. આમાં પણ ઊંડી નિરીક્ષણ અને પરીક્ષણની બુદ્ધિ વડે કાળનાં પડોને ચીરીને પણ નિર્ણય કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com